3 IPS, 1 IASની બદલી,રાજકોટના સીપી, જેસીપી, ડીસીપી ઝોન-2 અને મ્યુનિ.કમિશનરની ટ્રાન્સફર, પોસ્ટિંગ ન અપાયું - At This Time

3 IPS, 1 IASની બદલી,રાજકોટના સીપી, જેસીપી, ડીસીપી ઝોન-2 અને મ્યુનિ.કમિશનરની ટ્રાન્સફર, પોસ્ટિંગ ન અપાયું


ટીઆરપી ગેમ ઝોનમાં 30ના મોતની ઘટનામાં ચારેય ક્લાસ-1 અધિકારીની સંડોવણીના પણ પુરાવા મળ્યા હોવાની સંભાવના 4 જૂન સુધી આચારસંહિતા હોવાથી મુખ્ય ચૂંટણી કમિશનરની મંજૂરી લેવાયા બાદ તાકિદે કરાયા હુકમ

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં એક બાદ એક પગલાંઓ આવી રહ્યા છે પરંતુ સરકારના અમુક ઓર્ડર હજુ પણ શંકા ઉપજાવે તેવા છે. સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દઈ આકરું વલણ અપનાવાયું પરંતુ ત્રણ આઈપીએસ અને એક આઈએએસની માત્ર બદલી કરીને તેઓને સરકારે બચાવી લીધા હોવાની ચર્ચા શરૂ થઈ છે. જો કે સૂત્રો એવું કહી રહ્યા છે કે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઈન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને પણ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. હાલ તો આ ત્રણ આઈપીએસ અને એક આઈએએસ અધિકારીને કોઇ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી એટલે કે જ્યાં સુધી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી ચારેય ક્લાસ-1 અધિકારીઓને ઘેર બેસવું પડશે અને એક ડર સાથે સમય વિતાવવો પડશે કે હવે તેના પર કઈ પ્રકારના અને કેવા પગલાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.