ભાસ્કર ખાસ:ભગવાન જગન્નાથનો રથ તૈયાર કરનાર 320 ‘ભોઈ’ 45 ડિગ્રીમાં 14 કલાક કામ કરે છે; એકવાર ભોજન, લસણ-ડુંગળીનો ત્યાગ - At This Time

ભાસ્કર ખાસ:ભગવાન જગન્નાથનો રથ તૈયાર કરનાર 320 ‘ભોઈ’ 45 ડિગ્રીમાં 14 કલાક કામ કરે છે; એકવાર ભોજન, લસણ-ડુંગળીનો ત્યાગ


પ્રિયંકા સાહુ | પુરી
ઓડિશામાં ભગવાન જગન્નાથની નગરી પુરીમાં આ સમયે 320 કારીગર 3 પવિત્ર રથોને આકાર આપી રહ્યા છે. રથ નિર્માણની આ કાર્યશાળા મંદિરના મુખ્ય સિંહદ્વારથી માત્ર 70-80 મીટર દૂર છે. આ કારીગરોને પુરીમાં ‘ભોઈ’’ કહેવાય છે. રથયાત્રા પ્રત્યે તેની શ્રદ્ધા ખૂબ જ અતૂટ છે, માટે જ આ બધા 10 જુલાઈ સુધી દિવસમાં એક જ વાર ભોજન કરશે. શ્રદ્ધાનો ભોજન સાથે શું સંબંધ? ભાસ્કરના આ પ્રશ્ન પર ભોઇ કારીગરોના મુખિયા રવિ ભોઈ કહે છે કે રથ નિર્માણથી લઈને યાત્રાના પરત ફરવા સુધી અમારામાંથી કોઈ પણ લસણ-ડુંગળી નથી ખાતું. કોશિશ કરીએ છીએ દિવસમાં ફળ કે હળવું કંઈ ખાઈને રહી લઈએ. કામ પૂર્ણ કર્યા પછી મંદિર પ્રશાસન તરફથી પૂરો મહાપ્રસાદ મળે છે. હાલમાં અમે ગરમી અને 40થી 45 ડિગ્રીના તાપમાં દરરોજ 12થી 14 કલાક કામ કરીએ છીએ. આળસ ન આવે, અમે બીમાર ન પડીએ, માટે સખત દિનચર્યાનું પાલન કરીએ છીએ. રવિનો પરિવાર 4 પેઢીથી રથ બનાવી રહ્યો છે. 800 વર્ષથી 20 ઈંચની ‘જાદૂની છડી’થી બની રહ્યો રથ
ભગવાન જગન્નાથના રથનું નામ નંદી ઘોષ કે ગરુડધ્વજ, તેના મોટા ભાઈ બલરામજીના રથનું નામ તાલધ્વજ અને બહેન સુભદ્રાના રથને દર્પ દલન કહે છે. તેને લાકડાંના 812 ટુકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે. નંદી ઘોષ રથના મુખ્ય વિશ્વકર્મા વિજય મહાપાત્ર જણાવે છે ત્રણેય રથ અત્યાધુનિક સાધનોથી નહીં, પણ 20 ઈંચના લાકડાના દંડાથી માપીને બનાવાય છે. આ 800 વર્ષ જૂની પરંપરા છે. આ દંડામાં 3 આંગળી, 4 આંગળી, અડધી આંગળીનું ચિહન છે. દર્પ દલન રથના મુખ્ય વિશ્વકર્મા કૃષ્ણચંદ્ર મહારાણાએ કહ્યું કે આ નાનકડી લાકડીને રથ નિર્માણ માટે આવેલા લાકડા પર રાખી માપ લેવાય છે. પૈડાં, ધ્વજ, દીવાલોના લાકડાના માપ આંગળીઓથી નક્કી થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.