સામું કેમ જોઈશ કહી યુવક પર બાઈક ચડાવી દીધું - At This Time

સામું કેમ જોઈશ કહી યુવક પર બાઈક ચડાવી દીધું


સામું કેમ જોઈશ કહી યુવક પર બાઈક ચડાવી દીધું
Crime | Rajkot | 27 May, 2024 | 04:24 PM
અમન ફકીરે નજીવી બાબતે વિજય મેથાણીયા સાથે માથાકૂટ કરી ઈજા પહોંચાડી હતી: ગુનો નોંધાયો
સાંજ સમાચાર
રાજકોટ તા. 27
સામું કેમ જોઈશ કહી યુવક પર બાઈક ચડાવી દીધું હતું. નજીવી બાબતે અમન ફકીરે માથાકૂટ કરી વિજય મેથાણીયાને ઈજા પહોંચાડી નાસી ગયો હતો.ઈજા થતાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી વિજયભાઈ માવજીભાઈ મેથાણીયા (ઉ.વ.48, રહે. ભીમા કોઠા ચાવાળી શેરી નં.04 પાંજરાપોળ ભાવનગર રોડ રાજકોટ) એ ફરિયાદમાં જણાવ્યું કે ગઈકાલે સવારના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ હું મારા ઘરેથી બહાર ચા પીવા માટે નીકળેલ ત્યારે શેરીના ખુણા પાસે પહોંચતા સામેથી અમન હરીભાઈ ફકીર (ઘોડાવાળા) આવેલ. અને મને કોઈ કારણ વગર કહેવા લાગેલ કે કેમ સામુ જોયશ. શા માટે કાતર મારશ તેમ કહી ઝગડો કરવા લાગેલ. તેમજ મને જેમ ફાવે તેમ અપશબ્દ બોલવા લાગેલ. અને તેની પાસે રહેલ એકસેસ બાઈક મારા પગ પર ચડાવી દીધેલ. તેમજ ત્યાં પડેલ ઈંટનો મારા હાથ પર ઘા કરેલ. બાદ ત્યાંથી નાસી ગયેલ. ઈજા પહોંચતા સારવાર અર્થે કે.જે.પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.