વોરા સોસાયટીમાં બંધ બારણે ચાલતી દારૂની મહેફીલમાં દરોડો: પીધેલા આઠ ઝબ્બે - At This Time

વોરા સોસાયટીમાં બંધ બારણે ચાલતી દારૂની મહેફીલમાં દરોડો: પીધેલા આઠ ઝબ્બે


વોરા સોસાયટી પાછળ આવેલ બ્લોકમાં બંધ બારણે ચાલતી દારૂની મહેફીલમાં દરોડો પાડી ગાંધીગ્રામ પોલીસે નશાની હાલતમાં આઠ શખ્સોને દબોચી ગુનો નોંધ્યો હતો.
દરોડાની વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એન.વી. હરીયાળી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.
ત્યારે સાથેના હે.કો. મસરીભાઈ ભેટારીયા સહીતના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે કૃષ્ણનગર મેઈન રોડ પર વોરા સોસાયટી પાછળ બ્લોક નં.5માં રહેતો અબ્બાસ સૈફુદીન ભારમલના મકાનમાં ચાલતી દારૂની મહેફીલમાં દરોડો પાડી પીધેલી હાલતમાં અબ્બાસ સૈફુદીન ભારમલ, પ્રવિણ જાદવરાય પારેખ, ધર્મેશ બાબુ ભાલુ, નુરમહમદ સમસુદ્દીન લાખવા, હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ વિક્રમસિંહ રાણા, ધનરાજ ધનવંતરા વિઠ્ઠલા, મોહસીન ઉર્ફે મોન્ટુ આરીફ જુણેજા અને કિશોરસિંહ દિલાવરસિંહ ઝાલાને પકડી મહેફીલમાંથી દારૂ અને બાયટીંગ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.