રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી “
27.5 "રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી "
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલનાં આદેશાનુસાર
રાજકોટના ગેમઝોનમાં હૃદય દ્રવી ઊઠે એવી આગ લાગવાની કરુણ ઘટના જે બની હતી એમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે શ્રદ્ધાંજલિ તથા મૌનનો કાર્યક્રમ કચ્છ જિલ્લા કોંગ્રેસ તથા ભુજ તાલુકા શહેરના સંયુક્ત ઉપક્રમે ૨૭/૦૫/સોમવારના સાંજે 6.30 કલાકે મહાત્મા ગાંધીજીની પ્રતિમા હમીરસર તળાવ પાસે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં બે મિનિટનો મૌન પાડી મીણબત્તી પ્રગટાવી મૃતકઆત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
આ પ્રસંગે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ ગુજરાતની ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે ગુજરાતની સરકાર લોકોની સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ છે અવારનવાર આવા જીવલેણ બનાવો બનતા રહે છે છતાં સરકારના પેટનું પાણી પણ હાલતું નથી એટલે પ્રજાએ ખરેખર જાગૃત થઈ આવા બનાવો સામે લડત કરવાની જરૂર છે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આગેવાનો સર્વશ્રી
કિશોરદાન ગઢવી લાખાજી સોઢા દેવેન્દ્રસિંહ જેઠવા ડો.રમેશભાઈ ગરવા
ગની કુંભાર
એચ એસ આહીર
પુષ્પાબેન સોલંકી મુસ્તાક હિગોરજા ધીરજ ગરવા
રજાક ચાકી
હાસમ સમા
બલરાજ જોશી
કાદર કુંભાર
અકીલ મેમણ
જયંતિ પારેખ
સેજાદ સમા
તેસીન મણિયાર માધવ રૂપાણી આગેવાનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી
એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.