જસદણ તાલુકાના કોઠી ગામમાં કોઠી યુવા ક્રિકેટ ગ્રુપ દ્વારા ટી ૨૦ મેચનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ટુર્નામેન્ટ તા.૨૨મી મે બુધવારથી શરૂ કરીને ૨૬મી મે રવિવાર સુધી ચાલી હતી ૫ દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન જેમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટની ફાઇનલ તા.૨૬/૦૫/૨૦૨૪ને રવિવારના રોજ રમાઈ હતી જેમાં NJ બ્રધર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો. રનર્સપ ટીમ તરીકે ટાઈગર શિવ ઇલેવન રહી હતી.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કોઠી ગામના તમામ બાળકોથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિઓએ પોતાનો કિંમતી સમય ફાળવ્યો હતો.ફાઇનલ ટ્રોફી લાઇફ કેર હોસ્પીટલના Dr. ભરતભાઈના હસ્તે તથા નાયબ મામલતદાર જસદણ શ્રી ઈશ્વરભાઈ ભડાણીયાના હસ્તે એનાયત કરવામાં આવી હતી.ખુબ સુંદર આયોજનમાં તમામ યુવાનો અગ્રીમ ફાળો રહ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.