રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી - At This Time

રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજકોટ આવીને ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ આ ઘટના અંગેની તમામ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ અર્થે તાત્કાલિક "સીટ"નું ગઠન કરી વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જણાવ્યું હોવાનું હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની સંવેદના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે છે. પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી ઘટનાના થોડા સમયમાં જ ગેમ ઝોનના માલીક સહીત જવાબદાર લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે, તેમજ સંલગ્ન અન્ય જવાબદાર લોકોને પણ વહેલી તકે પકડી લેવામાં આવશ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું, અને થોડી મીનીટોમાં જ આગ ચોતરફ પ્રસરી ગઈ હતી. ઘટના બની તેની થોડી મિનિટોમાં જ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. તેમજ બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. દુર્ઘટના માટે જવાબદાર એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ અપાવ્યો હતો. મંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે જ રોકાઈ ઉચ્ચ અધિકારીઓએ સાથે રહી કામગીરી પર વોચ રાખી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.