બોટાદના દિનદયાળ ચોક પાસે ગટર ઉભરાતા પાણી રોડ ઉપર ફરી વળતા રાહદરીયો ત્રાહિમામ
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ જિલ્લો બન્યા ને એક દસકા કરતા વધુ સમય વીતી ગયો પણ સુવિધા તો ગ્રામ્ય જેવી બોટાદ ના ટાવર રોડ દિન દયાળ ચોક માં સવાર થી ગટર ના પાણી ઉભરાયા હતા. આ ગટર ના ગંદા પાણી મેઈન રોડ પર ફરી વળતા જેના કારણે અહીંથી પસાર થતા નગરજનો તેમજ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ ગટર નુ પાણી નગરપાલિકા દેખાતુ નો હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું તસવીરમાં નજરે પડે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.