સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા સાત સમાજનાં વિદ્યાર્થીઓનો શૈક્ષણીક કાર્યક્ર્મ યોજયો
સાબરકાંઠાના ઈડર ખાતે ચાલતું સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા છ વર્ષથી આસપાસની સાત સમાજમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ યોજાતો હોય છે.. વર્ષ 2024 માં ચાલુ વર્ષે પાસ થયેલા 250 કરતાં પણ વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનું સન્માનિત કાર્યક્રમ ઈડરના મોટા રામધ્વરા ખાતે યોજાયો હતો.. ધોરણ એક થી કોલેજ સુધી પાસ થયેલા ભોઈ સમાજ ઠાકોર સમાજ ભીલ સમાજ ભાટિયા સમાજ સોલંકી સમાજ ખટીક સમાજ તેમજ ચૌહાણ સમાજના વિદ્યાર્થીઓના સન્માનિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.. સમાજ નવ નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્ય, મોટા રામ દ્વારા મંદિર મહંત રામ કૃપાલ, છોટે રામજી, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહિલા સહાયતા કેન્દ્ર દર્શનાબેન વારા, જીજ્ઞાબેન પટેલ તેમજ ગુજરાત ક્રાંતિદલ પ્રદેશ પ્રમુખ જયંતીભાઈ કડીયા, મુકેશભાઈ ભોઈ, મહેશભાઈ ભોઈ, નારાયણભાઈ ભોઈ, વીરેન્દ્ર ભોઈ, અમિત ભોઈ ની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ નવનિર્માણ ફાઉન્ડેશનનાં પ્રમુખ સંજય ભોઈ, મંત્રી ચિરાગ મેઘા તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.. સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેનો મૂખ્ય હેતુ વિદ્યાર્થીઓમા શિક્ષણ પ્રત્યે મનોબળ વધે તેમજ સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધે તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.