હિંમતનગર તાલુકાના માંકડી ડેમમાંથી રાયગઢના યુવાનની લાશ મળી આવી
રિપોર્ટર સદ્દામ મનસુરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામનો આશાસ્પદ યુવાન બે દિવસ પહેલાં ગુમ થયો હતો. જેની લાશ આજે રાયગઢ નજીક આવેલા માંકડી ડેમમાંથી મળી આવી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
મળતી માહીતીનિ વિગત એવી છે કે, હિંમતનગર તાલુકાના રાયગઢ ગામનો રહેવાસી 25 વર્ષીય યુવાન આશિષકુમાર બિસનભાઈ ઓડ જે બે દિવસ પહેલા ઘરેથી બાઈક લઈને ગયો હતો જે પરત આવ્યો ન હતો. જેને લઈને તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ યુવાનનો કોઈ પત્તો ના લાગતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાવવામા આવી હતી. આ દરમિયાન રવિવારે બપોરના સમયે પોલીસને જાણ થઇ હતી કે માંકડી ડેમમાં એક મૃતદેહ તરતો જોવા મળે છે અને ડેમ નજીક એક બાઈક પણ પડેલી છે. જેને લઈને ગાંભોઈ પોલીસે હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી નાવડીની મદદથી તરતો મૃતદેહ બહાર કાઢીને ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઘરેથી બાઈક લઈને ગયો હતો જે ઘરે નહિ આવતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી. આજે ગુમ યુવકની લાશ માંકડી ડેમમાંથી મળી છે અને ડેમ નજીકથી બાઈક પણ મળી છે. જેને લઈને પીએમ ની કાર્યવાહી માટેની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.