ભાસ્કર એનાલિસિસ:નાપાસ 55 ટકા વિદ્યાર્થી માત્ર પાંચ રાજ્યના; જ્યાં બે બોર્ડ છે ત્યાં સ્પર્ધાત્મક ક્ષમતામાં ઘટાડો
આ વર્ષે અત્યાર સુધીમાં 15થી વધુ રાજ્યોનાં શિક્ષણ બોર્ડના 10મા-12માના પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે. 10મા ધોરણમાં કેરળમાં સૌથી વધુ 99.69% બાળકો પાસ થયા અને મધ્યપ્રદેશમાં માત્ર 58.1% બાળકો પાસ થયાં. 10માં નાપાસ થયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી 55% માત્ર પાંચ રાજ્યોના છે. 12મા ધોરણમાં પણ આવા 54% વિદ્યાર્થી 5 શિક્ષણ બોર્ડના છે. સૌથી ચોંકાવનારું પરિણામ હરિયાણા બોર્ડનું હતું. થિયરીમાં ઈન્ટરનલ અસેસમેન્ટ અને પ્રેક્ટિકલના માર્કસ ઉમેરીને 95.22% બાળકો પાસ થયાં, જે 2023 ની સરખામણીમાં 30% વધુ છે. દેશમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, પરંતુ શિક્ષણ બોર્ડની સંખ્યા 49 છે. કારણ કે 8 રાજ્યો (કેરળ, કર્ણાટક, તેલંગાણા, આસામ, મણિપુર, બંગાળ, ઓડિશા, આંધ્ર)માં 10મી-12મી માટે અલગ બોર્ડ છે. અહીં બંને વર્ગના પરિણામોમાં તફાવત છે. કેરળમાં આ વખતે 10મા 99.69% અને 12મા 78.69% એટલે કે 21% ઓછા પાસ થયા. 2023માં તફાવત 16% હતો. શિક્ષણવિદોનું માનવું છે કે તેનાથી વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક ક્ષમતા પર અસર થઈ રહી છે. 6 રાજ્યોનાં પરિણામ 2023 કરતાં સારા, 9માં 12માં પાસ થનારા 10મા કરતાં ઓછા
હરિયાણા, આંધ્ર, તેલંગાણા, ગુજરાત, ઉત્તરાખંડ અને બિહારના 10મા ધોરણના પરિણામોમાં 2023 કરતાં સારા આવ્યા, બીજી તરફ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, કેરળ, તમિલનાડુમાં સામાન્ય રહ્યુ છે. બાકીના રાજ્યામાં નબળું આવ્યું. નવ રાજ્યોમાં 12માનું પરિણામ 10મા કરતા ઓછું જ્યારે 7માં વધુ હતું. એમપીમાં ધો-10 અને યુપીમાં ધો-12માં વધુ બાળકો નાપાસ: ધોરણ 10માં મધ્યપ્રદેશમાં 3.34 લાખ બાળકો, ગુજરાતમાં 3.39 લાખ, બિહારમાં 3.35 લાખ, યુપીમાં 2.95 લાખ, આંધ્રમાં 2.55 લાખ બાળકો નાપાસ થયા. 12મા યુપીમાં 5.92 લાખ, એમપીમાં 3.35 લાખ, CBSCમાં 2.13 લાખ, બિહારમાં 1.76 લાખ અને ગુજરાતમાં 1.62 લાખ નાપાસ થયા છે. 2023નો ટ્રેન્ડ: તેલંગાણામાં 60 અને 80% માર્ક્સવાળા સૌથી વધુ
ગયા વર્ષે તેલંગાણામાં ધોરણ 10 પાસ કરનારા 95.8% વિદ્યાર્થીઓએ 60% માર્ક્સ મેળવ્યા હતા. 50.9%ને 80% થી વધુ મળ્યાં. ઉત્તર પ્રદેશમાં 60થી 80% માર્ક્સ સાથે સૌથી વધુ 63.1% છે. બંગાળમાં 59% એવા છે જેમણે 40% કરતા ઓછા માર્ક્સ મેળવ્યા છે. અહીં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાંથી માત્ર 4.5%ને 80%થી વધુ મળ્યા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં એકંદરે પાસની ટકાવારી 5.88% અને આર્ટ્સમાં 3.18% વધી
સાયન્સનાવિદ્યાર્થીઓએ ધોરણ 12માં શ્રેષ્ઠ દેખાવ કર્યો. 2022ની સરખામણીમાં 2023માં દેશભરના તમામ બોર્ડમાં ધોરણ 12ની પાસ ટકાવારીમાં 2.56%નો સુધારો થયો. વિજ્ઞાન પ્રવાહમાં એકંદર પાસ ટકાવારી 5.88% હતી, જ્યારે આર્ટ્સમાં 3.18% હતી. કોમર્સમાં 3.81%નો ઘટાડો થયો .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.