વીંછિયામાં સલોની મહેતાએ બી એસ સી માં અવ્વલ નંબર મેળવ્યો: ઠેર ઠેરથી શુભેચ્છા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વીંછિયાના અજયભાઈ મહેતાની સુપુત્રી સલોની મહેતાએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બી એસસી ની ફાઈનલ પરીક્ષામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરતાં તેમનાં પરિવાર પર સખત ગરમીમાં અભિનંદનની વર્ષા થઈ રહી છે આ અંગે તેમનાં પિતા અજયભાઈએ જણાવ્યું હતું કે સલોનીને બાળવયથી શિક્ષણમાં ખાસ રસ હતો અને આજે પણ ગંભીરતાથી રસ દાખવતાં તેણીને સારા માર્કસ આવ્યા હતાં ધો.૫ ના અભ્યાસ દરમિયાન જ જવાહર નવોદય વિદ્યાલયની એન્ટ્રાન્સ પરીક્ષા પાસ કરી સી બી એસ ઈ માં ધો.૬ થી ૧૨ સાયન્સ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી રાજકોટની કોટક સાયન્સ કોલેજમાં ગ્રેજયુંએશન પુર્ણ કર્યુ હતું જેમાં ચાલું વર્ષે બી એસ સી માં ૮૪ ટકા મેળવી પરિવાર તથા વીંછિયા ગામનું ગૌરવ વધારેલ હતું આ અંગે સલોની એ પુરા આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે મારે હવે એમ એસ સી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી ઈસરોમાં પ્રવેશ મેળવી સાયન્ટીસ્ટ બનવાનું સ્વપ્ન છે એ માટે માટે હજું અથાક મહેનત કરવી પડશે પણ એ માટે હું તૈયાર છું નાનકડાં વીંછિયા ગામમાં સલોનીએ અભ્યાસમાં ભારે સફળતાં મેળવતાં તેમને શુભેચ્છા અને શુભકામના મળી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.