હાલમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે આપણે આપણા પરિવાર માટે ઠંડા પીણા આઇસ્ક્રીમ શેરડીનો રસ જેવી અનેક ઠંડક વસ્તુઓ દ્વારા ઠંડક મેળવીએ છીએ ત્યારે વૃદ્ધ નિકેતન - At This Time

હાલમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે આપણે આપણા પરિવાર માટે ઠંડા પીણા આઇસ્ક્રીમ શેરડીનો રસ જેવી અનેક ઠંડક વસ્તુઓ દ્વારા ઠંડક મેળવીએ છીએ ત્યારે વૃદ્ધ નિકેતન


જેસીઆઈ જુનાગઢ.

હાલમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે આપણે આપણા પરિવાર માટે ઠંડા પીણા આઇસ્ક્રીમ શેરડીનો રસ જેવી અનેક ઠંડક વસ્તુઓ દ્વારા ઠંડક મેળવીએ છીએ ત્યારે વૃદ્ધ નિકેતન વૃદ્ધાશ્રમ અને કોર્પોરેશન સંચાલિત ભિક્ષુક ગૃહ તેમજ સત્યમ યુવક મંડળ દ્વારા સંચાલિત મહિલા આશ્રય સંસ્થા જેવી સંસ્થામાં રહેતા વડીલો ના કલેજામાં ટાઢક થાય તે માટે જેસીઆઈ જુનાગઢ દ્વારા આ ત્રણેય સંસ્થાઓમાં રહેતા વડીલો માટે બરફના વિવિધ ફ્લેવરો ના ગોલા ની ડીશ ખવડાવતા દરેક વડીલો ખૂબ જ પ્રસન્ન થઈ આશીર્વાદ પાઠવતા જણાવેલ કે તમે અમારા કલેક્જાને ઠંડક પહોંચાડી છે તો ઈશ્વર તમને અને તમારા પરિવારના દરેક સભ્યોને ખૂબ સુખી રાખે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
સાથે જેસીઆઇ જુનાગઢના ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા એ જણાવેલ કે આ પ્રવૃત્તિ અમે ઘણા વર્ષોથી કરી અને વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવીએ છીએ.
ઉપરોક્ત કાર્યક્રમમાં જેસીઆઈ જૂનાગઢના પ્રમુખ જેસી ચિરાગ કડેચા, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા, જેસી મનીષ લોઢીયા,જેસી જયેશ ચોક્સી,જેસી રાજેશ પુરોહિત,પ્રાહીલ જાદવ અને વિરતિ જાદવ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહિલા અગ્રણી શ્રી નીરૂબેન કામલીયા તેમજ શ્રી વિજયાબેન લોઢીયા તેમજ શ્રી મનસુખભાઈ વાજા ઉપસ્થિત રહી જેસીઆઇની આ પ્રવૃત્તિ ને ખૂબ જ બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.