પોરબંદરમાં 30 વર્ષથી દોરા-ધાગાના ધતિંગ કરનાર હિન્દુ મુંજાવર - At This Time

પોરબંદરમાં 30 વર્ષથી દોરા-ધાગાના ધતિંગ કરનાર હિન્દુ મુંજાવર


પોરબંદરમાં 30 વર્ષથી દોરા-ધાગાના ધતિંગ કરનાર હિન્દુ મુંજાવર

રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ

પોરબંદર નાનો નાગરવાડો, જુની દિવાદાંડીની પાછળ, મીરા દાતાર બાપુની જગ્યામાં કાયમી ધતિંગ-કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા.

ધાર્મિક સ્થાનમાં હિન્દુ દેવી-દેવતા સાથે હઝરત સૈયદઅલી મીરા દાતાર બાપુની જગ્યા ઉભી કરી.

મુસ્લિમ વેશ ધારણ કરી લોકોના દુઃખ-દર્દ મટાડવા સાથે રોગ મટાડવા સાથે જોવાનું ધતિંગ શરૂ કર્યું.

અસાધ્ય રોગ મટાડવામાં બાપુના નામે કપટલીલા. મંત્રેલું પાણી અને ભભુતિ આપતો.

રાજેશ ફકીરાનો પરિવાર લોકોના દુઃખ-દર્દ મટાડવામાં કાર્યરત.

બાધા રખાવી ગુરૂવાર ભરવા ઉર્ષ ઉજવણીના નામે દસ હજાર થી એક લાખ રૂપિયાની ટેક. લાલ-લીલા-કાળા દોરા આપવા સાથે ભસ્મની પડીકી, મંત્રેલું પાણી આપી રોગ મટાડવા ઉપચાર.

મીરા દાતારની જગ્યાનું પાણીનું ડીંડક.

ગુરૂવાર, શુક્રવાર રાત્રિના જોવડાવાવાળાની લાઈન લાગતી, નામ લખાવવું ફરજીયાત.

દરરોજ રાત્રિના બાપુની જગ્યામાં પીડિતો આવતા.

પોરબંદર જિલ્લો, ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગિર સોમનાથ, જામનગરથી લોકો જોવડાવવા આવતા. મુંબઈથી મીરા દાતારની જગ્યાની માનતા રાખતા લોકો.

માનસિક બિમાર લોકોનો ઉપચાર કરી સારવારમાં બાધારૂપ રાજેશ ફકીરા કામ કરતા.

ગાંડપણવાળા દર્દીઓને અમાનુષી ત્રાસ આપી સારવાર કારગત નિવડે નહિં તો ના પાડી હડધૂત.

વિજ્ઞાન જાથાના કાર્યાલયે ૧૦ થી વધુ લોકોએ રાજેશ ફકીરાના ધતિંગની માહિતી આપ્યા બાદ પર્દાફાશ.

વિજ્ઞાન જાથાએ ધતિંગલીલા ખુલ્લી પાડી.

વિજ્ઞાન જાથા અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સાથે પર્દાફાશની કામગીરી.

પોરબંદર જિલ્લ પોલીસ વડાએ જાથાને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો. 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.

વિજ્ઞાન જાથાનો ૧૨૫૩ મો સફળ પર્દાફાશ.

જાથાએ રાજયના ગૃહ મંત્રાલય, રાજય પોલીસ વડા, પોલીસ મહાનિરીક્ષકનો વિશેષ આભાર માન્યો.

પર્દાફાશમાં જોડાયેલા પોલીસ કર્મીઓનું જાથા સન્માન કરશે.

પોરબંદરમાં ૩૦ વર્ષથી વધુ ચાલતા દોરા-ધાગા, સાથે માનવ જીંદગી સાથે ખિલવાડ કરતા બાપુ રાજેશ ફકીરાની કપટલીલા કાયમી બંધ કરાવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.