ગેરકાયદેસર રીતે પંખીને પાંજરામાં પુરીને રાખવા બદલ ઈસમ ઉપર ગુનો નોંધાયો. - At This Time

ગેરકાયદેસર રીતે પંખીને પાંજરામાં પુરીને રાખવા બદલ ઈસમ ઉપર ગુનો નોંધાયો.


જસદણના આટકોટમાંથી એક શખ્સની ગેરકાયદેસર પંખી રાખવા અંગે અટકાયત કરાઈ હતી અને તેની પાસેથી બે તેતર પંખી કબજે લઈ મુક્ત ગગનમાં વિરહતા કર્યા હતા.જસદણ ક્ષેત્રીય રેન્જનાં આટકોટ ગામે કૈલાસનગરમાં રહેતા બહાદુર પરસોતમભાઈ સાઢમીયાનાં ઘરે આરએફઓ એમ.એમ. ભરવાડનાં માર્ગદર્શન હેઠળ વનપાલ હતો પી.એમ. ચુડાસમા, એલ.વી. પડસારિયા અને વનરક્ષક બી.બી. રંગપરા, એન.ડી. સાકરીયા, એ.એચ. સોલંકી, આર.વી. કુકડિયાએ પૂર્વ બાતમીના આધારે ગામના કૈલાસનગરમાં રહેતાં બહાદુરીના ઘરે દરોડો પાડ્યો અને તેમના ઘરેથી બે તેતર પંખી બંધક અવસ્થામાં મળી આવ્યા હતા. જેથી તેની અટકાયત કરી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી બન્ને તેતરને વન વિસ્તારમાં મુક્ત કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.