અમદવાદના ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા કચ્છની ગાયો માટે ૧ (એક) લાખ રૂપિયાનું માતબર અનુદાન કચ્છ થી રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલ ગૌમાતાઓને લીલો–સૂકો ઘાસચારો નીરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાની અપીલ આપના દાન દ્વારા ત્રિવેણી સંગમ રચાય છે.
અમદવાદના ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા કચ્છની ગાયો માટે ૧ (એક) લાખ રૂપિયાનું માતબર અનુદાન
કચ્છ થી રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલ ગૌમાતાઓને લીલો–સૂકો ઘાસચારો નીરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાની અપીલ
આપના દાન દ્વારા ત્રિવેણી સંગમ રચાય છે.
અમદાવાદના ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ૩ વર્ષથી કચ્છની ગાયો માટે ૧ (એક) લાખ રૂપિયાનું માતબર અનુદાન અર્પણ કરવામાં આવે છે. જૈન ધર્મની પરંપરા મુજબ કચ્છની ગાયો માટે અનુદાન આપવા વિનંતી પણ કરી છે. તેમજ ગુરુકૃપા ફાઉન્ડેશન સૌરાષ્ટ્ર- ગુજરાતની તમામ ગૌશાળામાં જીવદયા પ્રેમીઓની અલગ અલગ ટીમ બનાવીને દર રવિવારે રૂબરૂ જઈને મદદરૂપ થતા હોય છે. આપના અનુદાન થકી ગાય બચે છે, પશુપાલક મદદ મળે છે અને આપના પૈસાથી લીલો ઘાસચારો ખરીદવામાં આવે છે જે થકી ખેડૂતને આવક થાય છે જેથી ત્રિવેણી સંગમ રચાય છે.
અત્રે ઉલેખનીય છે કે, કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાના પશુ પાલકોની ગાયોને પશુ પાલકો સાત થી આઠ માસ વનવગડામાં ચરાવવા લઈ જાય છે પરંતુ આ ઉનાળાના ધોમધખતા તાપમાં ૪ થી ૫ મહિના સુ ધી ગાયોને ચરવા માટે કાંઈ મળતુ નથી તે માટે સૌ કોઈનો સાથ સહકાર પ્રાપ્ત થાય છે જે દ્વારા લીલા સુકા ઘાસચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે અને તે માટે કચ્છના પશુપાલકો પોતાના માલઢોરને લઈને રાજકોટમાં આવેલ રતનપર ગામ ખાતે અત્યાર ૩૦૦ થી વધુ ગાયો તથા જામનગર હાઇવે ઉપર આવેલ ન્યારા ગામ ખાતે ૬૦૦ થી વધુ ગૌ માતાઓ આશરો લઈ રહી છે. તેમને સૌ દાતાઓના સહયોગથી ઘાસ પહોંચાડવામાં આવે છે તેવી જ રીતે રાપર તાલુકાના ખાંડેક, આડેસર, પલાસવા, લોદરાણી, નાગપુર અને ટગા ગામની ૨૦૦૦ થી વધુ ગાયોને ઘાસચારો હજુ ૩ થી ૪ માસ પહોંચાડવાની વ્યવસ્થા કરવામા આવશે. ગાયોને લીલો—સુકો ઘાસચારો નીરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાનાં ડો. પ્રભુદાસ તન્ના, રમેશભાઈ ઠકકર દ્વારા અપીલ કરવામાં આવી છે.
અનુદાન આપવા માટે 'શ્રી વલ્લભીય વૈષ્ણવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ' સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકાઉન્ટ નં. 63007765851, જીમખાના રોડ શાખા, જેના IFSC CODE – SBIN0060070 પર અનુદાન મોકલી શકો છો.આ અંગેની વિશેષ માહિતી માટે ડો. પ્રભુદાસ તન્ના મો.નં.૯૮૨૫૪ ૧૮૯૦૦, રમેશભાઈ ઠકકર મો.નં. ૯૯૦૯૯ ૭૧૧૧ ૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.