રહિજ ગામ ના સ્વ જાદવબાપા રામ નાં નેત્રદાન બદલ સંત બાલાજી આઇ બેંક તરફ થી આભાર પત્ર તેમજ ભગવત ગીતા શિવમ ચક્ષુદાન નાં શ્રી નાથાભાઈ નાંદાનીયા તરફ અર્પણ કરવા માં આવેલ
ચક્ષુદાન મહાદાન.
ત્રણ દિવસ પહેલા રહિજ ગામ ના સ્વર્ગસ્થ જાદવ બાપા રામ નું નેત્ર દાન થયું હતું. આજે તા.૨૪/૫/૨૪ ના મુનિ સંત બાલાજી આઈ બેંક તરફથી ચક્ષુદાન નું આભાર માનતું પ્રમાણ પત્ર શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે પરિવાર ને અર્પણ કરી જાદવ બાપા ને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.
જાદવ બાપા નો પરિવાર અને સગા સંબંધી ઓ સાથે ચક્ષુદાન ની આજ ના સમયે શું કામ જરુરીયાત છે? આ વિષય ઉપર તેમજ આજે ખાસ કરી ને રક્ત દાન એ ઘણી બધી પરિસ્થિતિ મુજબ મુંઝવતો પ્રશ્ન છે એ વિષય ઉપર વાતચીત થઈ છે.
દેહદાન અને અંગદાન તેમજ ત્વચાદાન વિષય ઉપર પણ ચર્ચા થઈ છે ખરેખર આજે તો પરિવાર ને આશ્વાસન ને જાદવ બાપા ને શ્રધાંજલી આપવાની હતી પરંતુ પરિવારની સેવા ભાવનાને લઈ ને પરિવારના સભ્યોના આવા સારા વિચારો સાથે સેવા કાર્ય વિશે ઘણી બધી વાતો થઈ છે ને પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ પણ કર્યો છે. જાદવ બાપા ના પરિવારે કહ્યું છે કે આવા સેવા કાર્ય મા પરિવાર કાયમ માટે આપની સાથે રહેશે.
બાપાના પરિવારનો શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર હ્રદય થી આભાર માને છે ને જાદવ બાપા ને ઈશ્વર ચરણોમાં સ્થાન મળે એવી પ્રાર્થના કરે છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.