ભાભર તાલુકાના મેરા ગામની મુખ્ય કેનાલમાં ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી ખાબકતા ચકચાર.. - At This Time

ભાભર તાલુકાના મેરા ગામની મુખ્ય કેનાલમાં ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી ખાબકતા ચકચાર..


ભાભર તાલુકાના મેરા ગામની મુખ્ય કેનાલમાં ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી ખાબકતા ચકચાર..

બૂટલેગરો બે ફામ બન્યા ધોળા દિવસે બિન્દાસ દારૂ ની હેરા ફેરી કરતા જોવા મળ્યા..

થરાદ નાયબ પોલીસ અધિક્ષક ને બાતમી મળતાં મીયાલ ગામ થી થરાદ તરફ દારૂ ભરેલી ગાડીની બાતમી હકીકત આધારે સીપી ચૌધરી અને સ્ટાફ દ્વારા ખાનગી ગાડીમાં આવી થરાદ ચાર રસ્તા ઉપર વોચ માં હતાં. તે દરમિયાન ઈનોવા ગાડી આવતા તેને ઊભી રખાવવા હાથ લાંબો કરેલ પરંતુ ઈનોવા ગાડી ચાલકે થરાદ થી મીઠાં તરફ ગાડી ભગાડી હતી. થરાદ પોલીસે પીછો કરી ભાભર પોલીસ ને મીઠા ચોકડી ઉપર નાકાબંધી ની જાણ કરતા ભાભર તાલુકાના મેરા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક ઈનોવા કાર પોલીસ પીછા થી ભાગતી કેનાલમાં ગાડી ખાબકી હતી સદનસીબે કેનાલમાં પાણી ન હોવાથી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ થરાદ તરફથી આવતી ઇનોવા ગાડી ભાભર તાલુકાના મીઠા ગામથી ફંટાઈ મેરા તરફ ભગાડી હતી. પરંતુ ગાડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી કેનાલ માં ખાબકતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ મીઠા ચોકડી ઉપર નાકા બંધી માં હતા બાતમીના આધારે થરાદ થી આવતી ઇનોવા ગાડી નંબર જીજે ૧૮ બીબી ૩૯૩૯ ને શંકાના આધારે પોલીસે પીછો કરતા ભાભર તાલુકાના મેરા નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગાડી ખાબકી હતી અને અંદર ચેક કરતા પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ની નાના મોટી બોટલો કુલ નંગ ૭૨૩ કિંમત રૂ ૯૬૪૪૦/ જથ્થો મળી આવેલ છે. તેમાં બે નંબર પ્લેટો અન્ય નંબરોની અને ઈનોવા ગાડી કિંમત રૂ ૧૫,૦૦૦૦/ કુલ કિંમત રૂ ૨,૫૬,૪૪૦/ પોલીસે કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. જેનું નામ હષપાલ નટુભાઈ વાણીયા રહે. લીંબડી જીલ્લો સુરેન્દ્રનગર, ૨, મુબારક હારૂન કુરેશી રહે લીંબડી જીલ્લો સુરેન્દ્રનગર બન્ને સામે ભાભર પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ થરાદ નાયબ પોલીસ અધિક્ષક સી.પી. ચૌધરી ચલાવી રહ્યા છે.

સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.