વિછીયા,બોટાદ,દ્વારકા બસ શરૂ થતા યાત્રાળુઓ અને ભાવિકોમાં આનંદોત્સવ એસટી નિગમ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા નો આભાર માનતા વિનોદભાઈ વાલાણી.
નરૅશ ચૉહલીયા જસદણ
પાંચાળ પ્રદેશમાંથી દ્વારકા જતા અલગ અલગ સંગઠનો, યાત્રિક સંઘો, ભાવિકો અને નાગરિકો માટે જાગૃત સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણીએ દ્વારિકા જવા એસ ટી બસ શરૂ કરવા ગુજરાત એસટી નિગમ રાજ્ય સરકાર તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વિગતવાર રજૂઆત કરી હતી સકારાત્મક રજુઆતના અનુસંધાને બોટાદ એસ ટી ડેપો દ્વારા આજે બોટાદ-દ્વારિકા એસ ટી બસનો શુભારંભ થયો હતો. બોટાદ થી વિંછીયા બસ સ્ટેન્ડમા એસ ટી બસ પહોંચતા વિંછીયા ગામે અગ્રણીઓએ ડ્રાઇવર અને કંડકટરને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું દેવ ભુમી દ્વારકા જવા એસ ટી બસ શરૂ થતા જ પાંચાળ પ્રદેશમાં વસતા સર્વ સમાજમાં આનંદની લાગણી ફેલાઇ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.