સમર્પણનો માંડવો” સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાએ યોજાયેલ પ્રથમ સમુહલગ્ન મહોત્સવમાં 16 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા - At This Time

સમર્પણનો માંડવો” સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાએ યોજાયેલ પ્રથમ સમુહલગ્ન મહોત્સવમાં 16 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા


“સમર્પણનો માંડવો” સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાએ યોજાયેલ પ્રથમ સમુહલગ્ન મહોત્સવમાં 16 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા

તારીખ :- 23.05.2023 ના રોજ સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા “સમર્પણનો માંડવો” બુદ્ધપૂર્ણિમાએ યોજાયેલ પ્રથમ સમુહલગ્ન મહોત્સવમાં 16 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા.

આ પવન પ્રસંગે પ.પૂ. મહંત આત્મહંસબાપુ (ત્રિકમ સાહેબ મંદિર – ચિત્રોડ), પ.પૂ સાધ્વીજી સરથીદાસ સાહેબ, (કબીર મંદિર – નાનીચિરઈ), પુજરી હરેશભાઈ ગેડિયા (ત્રિકમ સાહેબ મંદિર – ભચાઉ), મહંત ચેતનદાસ સાહેબ (કેવલ કબીર સેવા આશ્રમ) કકરવા, સાધ્વીજી તેજશ્વરી માતાજી સનાતન ધર્મ આશ્રમ – વજેપર સાધ્વીજી રાજેશ્વરી માતાજી (ત્રિકમ વીરડા રાપર) સંતો દ્વારા આશીર્વાદ આપી ભગીરથ કાર્યને બિરદાવવામાં આવ્યું
મુખ્ય અતિથી વિનોદભાઈ ચાવડા (સાંસદશ્રી કચ્છ મોરબી લોકસભા મત વિસ્તાર) સમર્પણ ટીમના કાર્યને બિરદાવી વ્હાલી દીકરીઓ આશીર્વાદ આપતો શુભેચ્છા સંદેશ મોકલાવેલ આ પ્રસંગે જીલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મતિ હિરુબેન ગોવિંદભાઈ પરમાર, મેઘજીભાઈ ખાનાભાઇ જાદવ, કાનજીભાઈ જગાભાઇ રાવરીયા, નાગાજણઆપા – મોગલધામ કબરાઉ, સમાજ રત્ન વિનોદભાઈ સોલંકી, વિમળાબેન પ્રેમજીભાઈ શામળીયા, કરમશીભાઈ ચૌહાણ, સુનીલભાઈ બટુકભાઈ ચાવડા, વાડીલાલભાઈ સેઠ, સેતુ અભિયાનના ડાયરેક્ટર અને સમર્પણ ના પ્રેરણા સ્ત્રોત મનીષભાઈ આચાર્ય, જીતુભાઈ દાફડા (પ્રમુખ શ્રી કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ), વિરજીભાઈ દાફડા (પ્રમુખ અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી મંડળી – ભચાઉ) પ્રવીણભાઈ કાગી (પૂર્વપ્રમુખ શ્રી મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ સમૂહલગ્ન મહોત્સવ સમિતિ – ૨૦૨૩ ) કિશનભાઈ મકવાણા, સામાજીક આગ્રણીઓ ગોવિંદભાઈ વાણીયા, પેથાભાઈ રાઠોડ, અતુલભાઈ જાદવ, અરજણભાઈ વાઘેલા, શ્રી હરિભાઈ રાઠોડ, પ્રતાપભાઈ પઢિયાર, ખુમાણભાઈ વણકર, શ્રી મનજીભાઈ રાઠોડ, રણુભા જાડેજા, પત્રકાર બંધુગણ વગેરે ઉપસ્થિત રહેલ
કાર્યાલય સેવક મેઘજીભાઈ ચાવડા અને શ્રી બાબુલાલ સેવા આપેલ, ફેરા વિધિથી લગ્ન ભીખાભાઈ શેખા અને તીરથ વિધિથી લગ્ન અંણદાભાઈ માતંગ દ્વારા કરાવવામાં આવેલ, નાનજીભાઈ જાદવ દ્વારા ઉત્કૃષ્ઠ એનાઉન્સ અને અમૃતભાઈ નિશર દ્વારા શ્રેષ્ઠતમ સંચાલન કરવામાં આવેલ
સમર્પણના પ્રમુખ બાબુભાઈ સોલંકીના વડપણમાં નવાગામ (દયાપર) ભચાઉ મધ્યે યોજયેલ સમૂહલગ્ન માટે સમર્પણ સર્વોદય સંગઠનના મુક સેવક કાર્યકર બહેનો અને ભાઈઓ, સ્વયંસેવક સાથીઓનું આથાગ પરિશ્રમથી ના પરિણામ રૂપી ભગીરથ કાર્યમાં ઉપસ્થિત સૌને ખીમજી કાંઠેચા દ્વારા શબ્દ રૂપી પુષ્પો અને હૃદય ભાવથી આવકાર આપવાની સાથે સંગઠન દ્વારા આગામી ૫ મહિનાના દીકરીઓ માટે કોમ્પ્યુટર શિક્ષણ માટે ક્લાસ ચાલુની નેમ વ્યક્ત કરેલ જેમાં ૧૦ કોમ્યુટર ની જરૂરિયાત માટે ટહેલ મુકેલ જેને વધાવતા ૬ દાતાશ્રીઓ ગોવિંદભાઈ વાણીયા (નિવૃત RFO – વનવિભાગ ગુજરાત સરકાર) જીતુભાઈ દાફડા પ્રમુખ ( કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ), પ્રવીણભાઈ મેઘજીભાઈ જાદવ (મદદનીશ વન સરક્ષક
વન વિભાગ ભુજ) – અંજાર, સેઠ વાડીલાલ રતનશી સાવલા – સુવઈ, નાગાજણઆપા – મોગલધામ કબરાઉ, પચાણભાઈ ભચુભાઈ વાઘેલા, સુખપર, વગેરે દાતાઓ દ્વારા એક કોમ્યુટર સેટ માટે 25000 રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી શિક્ષણ માટેના કામ માટે ઉત્તમ પહેલ કરવામાં આવી.

રિપોર્ટર : દિપક આહીર


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.