હળવદના સુંદરી ભવાની ગામે ખાણ ખનીજ વિભાગ નો સપાટો હિટાચી અને બે ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો - At This Time

હળવદના સુંદરી ભવાની ગામે ખાણ ખનીજ વિભાગ નો સપાટો હિટાચી અને બે ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો


હળવદ તાલુકામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ત્યારે હળવદ પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમમાં ખનીજચોરો દ્વારા ફાયર કલે ખનીજનું ખોદકામ કરી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની પાકીબાતમીને આધારે ખાણ ખનીજ વિભાગ મોરબી દ્વારા દરોડો પડવામા આવતા ખનીજ ચોરી મામલે એક હિટાચી અને બે ડમ્પર પકડી પાડી એક કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ખનીજ ચોરો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર અને તેમની ટીમને હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમમાં ફાયર ક્લેનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા ખનીજ વિભાગની ટીમે દરોડો પાડતા SANY કંપનીના એક્સકેવેટર મશીન વડે ફાયર ક્લેનું ખોદકામ કરી ડમ્પર નંબર GJ-36-X-9969 અને ડમ્પર નંબર GJ-36-X-4234માં ફાયરકલે ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાનું ખુલતા અંદાજે એક કરોડની કિંમતના ત્રણેય વાહનો કબ્જે કરી હળવદ પોલીસને સોંપી આપવામાં આવ્યાં હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.