મિયાણી ગામે મારામારીની ઘટનામાં 9 આરોપી ઝબ્બે કોર્ટે આરોપીને જામીન મંજુર
પોરબંદરના મિયાણી ગામે એક પરિવારના ચાર સભ્યો પર યુવતીના પ્રેમ પ્રકરણને લઈને હુમલો કરાયો હતો.આ ઘટના બાદ મિયાણી પોલીસે ઇજાગ્રસ્ત સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી 9 આરોપીને ઝડપી લીધા હતા.આ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના જામીન મજૂર કર્યા હતા. પોરબંદરના મિયાણી ગામે રહેતા એક પરિવારના ચાર સભ્યો પર યુવતીના પ્રેમ પ્રકરણ બાબતે યુવતીના પરિવારના 10 થી વધુ સભ્યોએ હુમલો કર્યો હતો.આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મિયાણી પોલીસે ઈજાગ્રસ્ત સભ્યોના નિવેદન નોંધી ફરિયાદ નોંધી હતી. આ ઘટના બાદ મિયાણી પોલીસે આ મારમારીની ઘટનામાં સંડોવાયેલ 9 આરોપીને ઝડપી લીધા હતા અને આ આરોપીને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આ તમામ આરોપીને જામીન મુક્ત કર્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.