એક હી ભુલ વિરોધ વ્યાજબી પણ અનાથ બાળકો ના ભોગે કેટલો યોગ્ય ? શબ્દિક હિંસા નો ભોગ નિર્દોષ બાળકો ન બને તેવા સવિવેક થી આ સમસ્યા ઉકેલાય તેવી ગરીબ પરિવારો માં માંગ
એક હી ભુલ વિરોધ વ્યાજબી પણ અનાથ બાળકો ના ભોગે કેટલો યોગ્ય ?
શબ્દિક હિંસા નો ભોગ નિર્દોષ બાળકો ન બને તેવા સવિવેક થી આ સમસ્યા ઉકેલાય તેવી ગરીબ પરિવારો માં માંગ
સાવરકુંડલા ના ઝીઝુડા ના અસંખ્ય અનાથ બાળકો નું ઘડતર કરતી સંસ્થા ના સંચાલક કથાકરે થોડા દિવસ પહેલા શિવકથાકાર રાજુબાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો કોળી ઠાકોર સમાજ દ્વારા પાંચ વર્ષ કથા બંધ કરવાની માંગ કરાઈ ત્યારે આ કથા ની આવકમાંથી ઝીંઝુડા ખાતે શિવ કુમારી વિદ્યાલય ચાલે છે જેને લઈને વાલીઓએ આશ્રમ ખાતે બાળકો સાથે પહોંચી જાઈ સ્કૂલ બંધ ન થાય તેવી માંગણી કરી .શું છે હકીકત જાણીએ આ સ્પેશિયલ રિપોર્ટ સાવરકુંડલા નજીક આવેલ મોટા ઝીંઝુડા ખાતે આ છે શિવ કુમારી વિદ્યાલય આ વિદ્યાલયમાં ધોરણ એક થી આઠ અભ્યાસ કરાવવામાં આવે છે અહીંયા નિરાધાર ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનોને વિના મૂલ્ય રહેવા જમવા અને અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે થોડા દિવસ પહેલા શિવકથાકાર રાજુ બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો અને તેમની માફી માંગી પરંતુ પાંચ વર્ષ માટે રાજુ બાપુએ કથા ન કરવી તેવી માંગને લઈ આ સ્કૂલ કથાની આવકમાંથી ચલાવવામાં આવે છે કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી જેના કારણે મીડિયાના માધ્યમથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી ઓને સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવ કુમારી આશ્રમ ઝીંઝુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવ્યા અને વાલીઓના સંચાલકને સ્કૂલ બંધ નહીં કરવા માટેની આજીજી કરવામાં આવી છે ત્યારે વાલીઓની એક જ માંગ છે કે બાપુએ જે ભૂલ કરી તેમની સજા અમારા ગરીબ બાળકોને શા માટે ? અહીંયા રહેવા જમવા તેમજ વર્ષમાં બે વાર પ્રવાસ કરાવવામાં આવે છે અને આ બધો જ ખર્ચ કથાની આવક માંથી કરવામાં આવે છે તો અમારું કોણ ? આવા વેધક સવાલો વિશે ગરીબ વાલીઓ આજીજી કરી રહ્યા છે શિવ કુમારી વિદ્યાલય નો સંપૂર્ણ ખર્ચ શિવકથાકાર રાજુ બાપુ ની કથા ની આવકમાંથી જ કરવામાં આવે છે એમ કહીએ કે આ વિદ્યાલય ચલાવવા માટે જ રાજુ બાપુ કથાઓ કરી રહ્યા છે કોઈ પણ જાતની વિદ્યાલયની પબ્લિસિટી કે ફાળો કર્યા વિનાજ કથાઓ કરી અને આ વિદ્યાલય ચલાવવામાં આવે છે ત્યારે વાલીઓ મીડિયાના માધ્યમથી કથાકાર રાજુ બાપુની ભૂલ થઈ છે તે સ્વીકારે છે પરંતુ તેમની સજા આ નિરાધાર અને ગરીબ બાળકોને ન થાય તેવી નમ્ર વિનંતી કરી રહ્યા છે.છેલ્લા બે ચાર દિવસથી શિવ કથાકાર રાજુ બાપુ નો વિવાદ મીડિયા ના માધ્યમથી આ શાળામાં ભણતા બાળકોના વાલીઓએ જોયો અને સાંભળ્યો ત્યારે આજે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી વાલીઓ બાળકો સાથે દોડી આવ્યા આ નાના નાના બાળકો કે જે મુક્ત મને સંપૂર્ણ સુવિધા સાથે પોતાનો જીવન ઘડતરના પાઠ અહીંયા ભણી રહ્યા છે તે શિક્ષણ કાર્ય અને આ વિદ્યાલય બંધ ન થાય તે માટે અહીંના સંચાલક પાસે માંગણી કરી રહ્યા છે છેલ્લા ૧૩ વર્ષથી વિના મૂલ્ય આ વિદ્યાલય ચલાવવામાં આવે છે અને શિવ કથા ના માધ્યમથી જે આવક થાય છે કે સંપૂર્ણ આવક આ વિદ્યાલયના ખર્ચમાં જ વાપરવામાં આવે છે ત્યારે અહીંના સંચાલક હેતુશા દીદી એ વિદ્યાર્થીઓના વાલી ભાઈ બહેનો ની વાત સાંભળી અને એમની વેદનાઓને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું.શિવ કથાકાર રાજુ બાપુની એક ભૂલ સમગ્ર કોળી ઠાકોર સમાજને ગહન રીતે અસર કરી ગઈ છે આ ભૂલ બાબતે તેમના માથે પોલીસ ફરિયાદ પણ નોંધાય છે સમગ્ર કોળી ઠાકોર સમાજ ની રડતા રડતા અનેક વખત માફી પણ માગવામાં આવી છે કોળી ઠાકોર સમાજની જે પાંચ વર્ષ માટે કથા બંધ કરવાની માંગ છે તેમની અસર આ નિરાધાર અને ગરીબ બાળકો ઉપર થશે અને વિદ્યાલય બંધ કરવાની ફરજ પડશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે એક ભૂલ નું પરિણામ ગરીબ બાળકોનું જીવન અંધકારમી બનશે કે કેમ તે આવનારો સવિવેક આ સમસ્યા નો સુખદ ઉકેલ આવે તે જરૂરી શબ્દિક હિંસા થી અનેક નિરાધાર અનાથ ગરીબ બાળકો નું ભવિષ્ય છીનવાઈ નહિ તે જોવું જરૂરી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.