મોડાસા શહેરમાં નકલી સિંચાઈ વિભાગની ઓફિસ ઝડપાઈ.
અરવલ્લી જિલ્લાનું મોડાસા નગર દિન પ્રતિદિન ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. પ્રગતિની સાથે બે નંબરી ધંધો પણ વધી રહયો છે. જેમાં આજે મોડાસા ખાતે આવેલ તિરુપતિ રાજ બંગલો ના એક મકાનમાં નકલી સિંચાઈ ઓફિસ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી તે ઝડપાઈ. નવાઈ ની વાત તો એ છે કે આ નકલી સિંચાઈ ઓફિસને સિંચાઈ ખાતામાંથી રિટાયર્ડ થયેલ એક કર્મચારી દ્વારા ચલાવાઇ રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નકલી ઓફિસમાં લગભગ સાતેક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. બાયડ માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા દ્વારા આ નકલી પંચાયત કચેરીના કામકાજ સામે શંકાસ્પદ કામગીરી કરવા માટેના સવાલો ઊભા કર્યા છે. હા નકલી સરકારી કચેરીમાં નકલી સરકારી સિક્કાઓ શહીદ શંકાસ્પદ દસ્તાવેજો જુદી જુદી દુકાનો ના લેટરપેડ પણ મળી આવ્યા છે. નકલી સરકારી કચેરીને જાણ થતા મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ કચેરીને જો તટસ્થ તપાસ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓ ની સંડોવણી બહાર આવી શકે એમ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.