આગામી 28 મેના રોજ બોટાદ જિલ્લાનાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકો માટે યોજાશે વાહનોના ફીટનેસ(પાસીંગ)નો કેમ્પ - At This Time

આગામી 28 મેના રોજ બોટાદ જિલ્લાનાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકો માટે યોજાશે વાહનોના ફીટનેસ(પાસીંગ)નો કેમ્પ


(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
બોટાદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જિલ્લાના તમામ ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોને જણાવવાનું કે, આગામી 28 મેના રોજ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુના વાહનોના ફીટનેસ(પાસીંગ) અંગેની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવશે. તેમજ આ કેમ્પનું આયોજન પંચદીપ કોટન ઈન્ડસ્ટ્રીસની સામે, ગઢડા રોડ, મુ. ઢસાગામ તા. ગઢડા, જિ.બોટાદ ખાતે કરવામા આવશે. જેનો સમય સવારે 10:00થી બપોરના 02:00 સુધીનો છે. કેમ્પમાં વધુમાં વધુ લોકોને સહભાગી થવા જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનો અનુરોધ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.