કનેસરા ગામે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામા આવી. - At This Time

કનેસરા ગામે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામા આવી.


જસદણના કનેસરા ગામે 22 માર્ચ 2024 ના રોજ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા જૈવ વિવિધતા દિવસની ઉજવણી અંતર્ગત ગામના બાળકોને પર્યાવરણ વિશે તેમજ જૈવ વિવિધતા વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. બાળકોને જૈવ વિવિધતા અંતર્ગત વિવિધ રમતો પણ રમાડવામા આવી હતી. એ ઉપરાંત ગામમા રેલી કાઢીને બાળકોને પર્યાવરણ અને જૈવ વિવિધતા વિશે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ ઉપરાંત બાળકોને પર્યાવરણ બચાવવા માટે આપણે સ્થાનિક કક્ષાએ શુ કરી શકીએ તે વિશે પણ માહિતી આપી હતી. આ ઉપરાંત આપણી આસપાસની ઔષધીય વનસ્પતિ અને તેના ઉપયોગ વિશે પણ માહિતી આપી હતી. બાળકોને આસપાસ માંથી વિવિધ વનસ્પતિઓ એકઠી કરીને તેના ઉપયોગ વિશે પણ આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચ પ્રતિનિધિ હરેશભાઇ અને જાગૃત યુવાનો પ્રવિણભાઇ હાંડા, અશોકભાઈ કુકડિયા, પોલાભાઈ કુકડિયા વગેરેએ હાજરી આપી હતી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર માથી રાહુલભાઈ પરમાર અને અભિભાઈ ઢોલરીયાએ સરસ માહિતી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.