પાલડી ગામે આહીર સમાજ ના કુળદેવી શ્રી જેતબાઈ માતાજીનો 35મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
સિહોરના પાલડી ખાતે આહીર સમાજના કુળદેવી જેતબાઈના મંદિર ખાતે નવચંડી યજ્ઞ સાથે પાટોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ હજારો લોકોની ઉપસ્થિતિ સંતો મહંતોની પણ વિશેષ હાજરી મીરાબેન આહીર અને રાજભા ગઢવીના લોક ડાયરામાં દુહા છંદની રમઝટ બોલી
સિહોરના પાલડી ગામે આવેલ આહીર સમાજના કુળદેવી શ્રી જેતબાઈ માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો શ્રી જેતબાઈ માતાજીનો પાટોત્સવ ગત રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો જેતબાઈ માતાજીના ૩૫માં પાટોત્સવ સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ યજ્ઞના આચાર્ય સંદીપભાઈ જાની તથા યોગેશભાઈ જાની દ્વારા
નવચંડી યજ્ઞ કરાવામાં આવ્યો હતો સાથે જ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંત શ્રી જીણારામબાપુ તથા સંતશ્રી રવુબાપુ દ્વારા ધર્મસભાને સંબોધી હતી અને આશિર્વચન પાઠવ્યા હતા સમગ્ર પાટોત્સવનું આયોજન શ્રી જેતબાઈ માં સેવા સમિતિ આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતુ બહોળી સંખ્યામાં પાલડી તેમજ આસપાસના ગ્રામજનો અને આહીર સમાજના આગેવાનો સહિત સમાજના પરિવારના દરેક સભ્યો પધાર્યા હતા અને નવચંડી યજ્ઞનો દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી સાથે જ માતાજી જેતબાઈ માં ના આર્શીવાદ મેળવ્યા હતા તેમજ પાટોત્સવ નિમિતે યોજાયેલા લોક ડાયરામાં મીરાબેન આહીર અને રાજભા ગઢવી ના દુહા અને છંદ પર ધર્મપ્રેમી લોકો ઓળઘોળ બન્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.