ગરમીનું પ્રમાણ વધતાં વડોદરા શહેરમાં દર્દીઓની સંખ્યામાં વધારો - At This Time

ગરમીનું પ્રમાણ વધતાં વડોદરા શહેરમાં દર્દીઓની સંખ્યામાં વધારો


વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે વડોદરા જીલ્લાની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અને કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ સીઝનમાંખાસ કરીને કમળો, ટાઇફોઇડ, ઝાડા-ઊલટી,તાવ જેવા કેસોમાં સતત વધારો જોવા મળીરહ્યો છે. વહેલી સવારથી જ દર્દીઓની કતારોજોવા મળતી નજરે પડી રહી છે.
અ સહ્ય ગરમી વધવાથી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સરેરાશ 300 જેટલા રોજના દર્દીઓ આવતા હોય છે. જ્યારે કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલમાં 150 કેસ રોજના દર્દીઓ જોવા મળી રહ્યાછે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 178 ટીમો 300થી વધુ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં કોઈ દર્દીશંકાસ્પદ લાગે તો તેની સામે કામગીરી કરવામાંઆવતી હોય છે. ચેપીરોગ કારેલીબાગ હોસ્પિટલનાનિષ્ણાત ડો. પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે,હાલમાં અહીં 100થી 150 પેશન્ટનો રોજ રિપોર્ટથાય છે. આ કેસોમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ,ઝાડા-ઊલટી અને તાવ જેવા દર્દીઓ સામે આવીરહ્યા છે. આપણી પાસે 50 બેડની કેપિસિટી છે,તેની સામે 40થી 45 પેશન્ટ દાખલ છે.
છેલ્લા બે દિવસથી અસહ્ય વધવાથી બિમારી વધતી જાય છે ત્યારે ગરમીમાં બહાર જવાનું ટાળવું હિતાવહ વધુમાં કહ્યું કે, આ સ્થિતિમાં બહારનો ખોરાકખાસ ન લેવો જોઈએ. બહારના ખોરાકમાં પાણી ખરાબ હોવાથી આ સ્થિતિ ઉદ્ધવતી હોય છે. હાલમાં ઉનાળાની ગરમીને લઇ બહાર ફરવાનું ટાળવું જોઈએ. આવા રોગ સામે પ્રોપર ટ્રીટમેન્ટ અહીંયાંથી જ લેવી પડે અને જો બહાર થવાનું થાય તો લીંબુ પાણી કે છાશ રાખીને પી શકાય છે. મે મહિનાથી શરૂ કરી સપ્ટેમ્બર સુધી 100થીવધુ ઓપીડી આવતી જ હોય છે અને બાદમાં ધીમે-ધીમે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોયછે.પરંતું આ વર્ષે ગરમી વધું હોવાનું જણાઈ આવે છે.તેમજ હાટૅએટેકના દર્દી નો પણ વધારો જોવા મળ્યો હતો.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.