રાજકોટ શહેર પ્રાદેશિક માહિતી કચેરીના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ.
રાજકોટ શહેર પ્રાદેશિક માહિતી કચેરીના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ.
રાજકોટ શહેર તા.૨૧/૫/૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ-૨૧મે નિમિત્તે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઇ મોડાસીયાના માર્ગદર્શન હેઠળ નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સર્વ સોનલબેન જોષીપુરા, પ્રિયંકાબેન પરમાર, પારુલબેન આડેસરા તથા સૌ કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા. જેમાં સૌએ આતંકવાદ અને હિંસાથી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા, અખંડિતતાના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૨૧મે ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેને અનુસંધાને તા.૨૧મે "રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિન" તરીકે આતંકવાદની વિરુદ્ધ ઝુંબેશના રૂપે ઉજવવામાં આવે છે.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.