જસદણના ઉધોગપતિ હિરેન સાકરીયા પરિવાર દ્વારા આયોજિત માતાજીના માંડવામાં ચોહલીયા, ચૌહાણ, બાવળીયા, બોઘરા, બાંભણિયા, ભાયાણી, ધાધલ, અનિલ કુમાર, સહિતનાઓનું સન્માન કરાયું
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકાના કમળાપુર ગામે જસદણના દાતા ઉધોગપતિ હિરેનભાઈ ભગવાનજીભાઇ સાકરીયા પરિવાર દ્વારા આયોજિત કુળદેવી શ્રી ચામુંડા માતાજીના માંડવામાં અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપરાંત સાધુ-સંતો ભુવા ભરાડીઑ પ્રબુધ્ધ નાગરિકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ આ સમયે હાજર જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જમાઈ અનિલ કુમાર તથા જસદણ એટ ધીસ ટાઈમ ના હર્ષદભાઈ ચૌહાણ જસદણ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલ તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને પાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ ABPSS પત્રકાર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચોહલીયા સહિતનાઓનું સુગરભાઇ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક આગેવાનો જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને જસદણના પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી સહિત શહેર તાલુકા ભરના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામ ધુમાડા બંધ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું હિરેનભાઈ સાકરીયા પરિવાર દ્વારા યોજાયેલા માંડવામાં અનેક ભુવા ભરાડીઑ આમંત્રણ ને માન આપીને પધારેલ હતા તેમજ રાવળદેવ દ્વારા માતાજીના વેરાડી ઝુલણા હાલરડા ડાક ડમરું સાથે માતાજીની ખુબજ ભક્તિ ભાવપૂર્વક આરાધના કરવામાં આવી હતી અને માતાજીએ સૌ કોઈને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમયે અનેક સાધુ સંતો ઉપસ્થિત રહી ગુરુગમ ગાંજા પીવોને પ્યાસી ગુરુગમ ગાંજાની પણ મોજ માણવામાં આવી હતી જે સાધુ સંતો પોતાને ઈશ્વરમાં લીન થવા માટે પોતાનું માઈન્ડ શાંત રહે તે માટે આ પ્રકારે સિગારેટ અથવા ચલમ પિતા હોય છે જે થકી ભક્તિ કરતા હોય છે તેવા સાધુ સંતોના દર્શનનો પણ લાવવો પ્રાપ્ત થયો હતો આ ઉપરાંત માં ચામુંડાના અનન્ય આશીર્વાદ મેળવ્યા હતા અને આવું સુંદર આયોજન કરવા બદલ જસદણના દાતા ઉધોગપતિ એવા હિરેનભાઈ સાકરીયા ને નરેશભાઈ ચોહલીયા દ્વારા લાખ લાખ અહીં પણ કોટી કોટી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ ઉપરાંત મોડી રાત્રે જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા તેમજ જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાભણીયા તેમજ પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોઘરા ખૉડલ ધામના દિનેશભાઇ બાંભણિયા સહિતના જસદણ વિછીયા તાલુકાના વેપારી સામાજિક રાજકીય ઓધોગિક સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ કોઈએ માં ચામુંડાના આશીર્વાદ મૅળવી ધન્યતા અનુભવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.