રાજુલાના કોવાયા ગામમાં ત્રણ સિંહોની લટાર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજુલાના કોવાયા ગામમાં ત્રણ સિંહોની લટાર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમરેલી જિલ્લામા 40થી44 ડીગ્રી તાપમાન વચ્ચે 24 કલાક ગરમી લુના કારણે માનવીની સાથે વન્યપ્રાણી સિંહો ઉપર સીધી અસર પડી રહી છે. સિંહોના સતત વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજુલા તાલુકાના કોવાયા ગામમાં 3 સિંહો ગામની બજારમાં શિકારની શોધમા લટાર મારતા જોવા મળી રહ્યા છે. શ્વાન જે રીતે બજારમાં ફરતા હોય તેવી રીતે આ કોવાયા ગામમાં સિંહો ફરી રહ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ વધતો જાય છે. વાંરવાર સિંહો ગામના પશુનો શિકાર કરવાનો પ્રયાસ અને શિકાર કરવાની ઘટનાઓ બનતી હોય છે. વનવિભાગ પેટ્રોલિંગ કરી સિંહોના લોકેશન ઉપર પેટ્રોલિંગ રાખી તકેદારી રાખે તેવી ગ્રામજનોની પણ માંગ વાંરવાર ઉઠતી હોય છે ત્યારે વનવિભાગ કોવાયા ગામમાં પેટ્રોલિંગ વધારે તે જરૂરી છે. અહીં મોડી રાતે વહેલી સવારે સિંહો દીપડાઓ વારંવાર આવી જવાની ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે ગ્રામજનોમાં અવર જવર કરવામાં પણ ઘણા અંશે મુશ્કેલી પડી રહી छे.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.