અંજાર તાલુકા વીડી ઘુનાવાળા ખોડિયાર માતાજી મંદિરે ચાલતી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ માં રામ જન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ થી ઉજવાયો. - At This Time

અંજાર તાલુકા વીડી ઘુનાવાળા ખોડિયાર માતાજી મંદિરે ચાલતી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ માં રામ જન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ થી ઉજવાયો.


અંજાર તાલુકા વીડી ઘુનાવાળા ખોડિયાર માતાજી મંદિરે ચાલતી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ માં રામ જન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ થી ઉજવાયો.

અંજાર તાલુકા વીડી ઘુનામાતા ખોડિયાર માતાજી ના સાનિધ્ય માં પુજારી શ્રી ધનબાઇ માતા ની આગેવાની હેઠળ ગૌ ભક્ત પૂજ્ય શ્રી કાલિદાસ મહારાજ તેમજ યુવા કથાકાર માધવગોર ના શ્રી મુખે કથા શ્રવણ કરવામાં આવી રહ્યું છે.આજ રોજ સવારે ભગવાન શ્રી રામ નું પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. કથા મંડપ અવધ પુરી જેવો લાગી રહ્યો હતો. ભગવાન શ્રી રામ, સીતાજી,લક્ષ્મણ, ભરત, શત્રુજ્ઞ,હનુમાનજી સાથે શબરી મા નું પાત્ર આકર્ષણ બન્યું હતું. બપોર બાદ યદુવંશીઓ કુળ દીપક ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભજન મંડળી ની રમઝટ સાથે ગોવાળિયા ના રાસ સાથે હજારો ની સંખ્યા માં લોકો ગોકુળ મથુરા માં પ્રવેશ કર્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો.

દાતા શ્રી ઓ દ્વારા દાન ની સરવાણી કરવામાં આવેલ હતી.કથા ના મુખ્ય યજમાન સ્વ.ચેતન ભાઈ ડાયાભાઈ મેસુરાણી પરિવાર. બે દિવસ મહા પ્રસાદ દાતા મગનભાઈ રાજીયા ગઢવી, કૃષ્ણ જન્મોત્સવ મહાપ્રસાદ દાતા ભીમજીભાઈ વેલજીભાઈ શિણાય વાળા, તુલસી વિવાહ દાતા ધનજીભાઈ કાનજીભાઈ હડિયા, પ્રવીણભાઈ ભીમજીભાઈ હડિયા શિણાય વાળા,ગોવિંદભાઈ કાનજીભાઈ હડીયા વીડી વાળા કલ્યાણ ભાઈ વાસા ભાઈ ગઢવી દ્વારા યોગદાન આપવામાં આવશે. આજે નાગોર યદુવંશી સોરઠીયા આહીર સમાજ ના પ્રમુખ શામજીભાઈ કાતરિયા સાથે ટ્રસ્ટીઓ, રબારી સમાજ ના પ્રમુખ કેણાભાઈ ,શિણાય પૂર્વ સરપંચ લવજીભાઈ વાઘમશી, મોડાસા થી મોહનભાઈ વીઠલભાઈ પટેલ પધારેલ હતા.
કાળ ઝાળ ગરમી થી બચવા માટે ચકલા ઘર તથા પાણી ના કુંડા સેવા સમર્પણ ટ્રસ્ટ અંજાર દ્વારા શ્રોતાજનો ને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતા.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ

આ દેવી ભાગવત કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રમુખ પ્રેમજીભાઈ કાપડી,શામજીભાઈ બાંભણીયા, લાલજીભાઈ હડીયા, કૌશિક વાણીયા, વિશ્રામ ભાઈ ,પ્રવીણભાઈ, રસિક ભાઈ, ડાયાભાઈ, નરશીભાઈ બાંભણીયા,અશોકભાઈ,સતપાલ, નવીનભાઈ, મનીષભાઈ, સતિષભાઈ,પરસોતમભાઈ,નરેન્દ્રભાઇ,ભાવેશભાઈ,દીપેનભાઈ, નારણ ભાઈ તેમજ મહિલા ની બહેનો ખુબ સારી સેવા આપી રહ્યા છે તેવું સંચાલક જીતેન્દ્ર ચોટારા એ જણાવ્યું હતું.


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.