હિંમતનગરમા ધોળા દિવસે વેપારી લુંટાયો - At This Time

હિંમતનગરમા ધોળા દિવસે વેપારી લુંટાયો


(રિપોર્ટર સદ્દામ મનસુરી)
સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર શહેરના બગીચા વિસ્તારમાંથી સવારના સમયે પોલોગ્રાઉન્ડ વિસ્તારમા રહેતા મોહમદ યુસુફ અબ્દુલ રજ્જાક શેઠ પોતાની દુકાને  જુના માર્કેટયાર્ડ  એકટીવા પર જઇ રહ્યા હતા ત્યારે ભાગ્યોદય ડેરીવાળા રસ્તે  બગીચા વિસ્તારમા  લુંટારુઓએ ત્રાટકીને વેપારીને ધક્કો મારીને નીચે પાડી દઈ બાઈક પર સવાર ત્રણ લુંટારૂ શખ્સોએ છરી વડે હુમલો કરી વેપારીના ખભે ભરાવેલ રૂા.૬.૧૫ લાખથી વધુની રોકડ ભરેલ થેલાની લુંટ ચલાવી ભાગી જતા ચકચાર મચી ગઈ હતી.ઘટનાસ્થળે પહોંચેલ સ્થાનિક પોલીસે સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે જયારે બીજી બાજુ ઈજાગ્રસ્ત વેપારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.