ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ, PSI-લોકરક્ષક ભરતી માટે 12,272 સામે અધધ 15 લાખ અરજી - At This Time

ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ, PSI-લોકરક્ષક ભરતી માટે 12,272 સામે અધધ 15 લાખ અરજી


વાયબ્રન્ટ ગુજરાત રોજગારીનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતમાં રોજગારીની અનેક તકો છે તેવા ગાણા ગાઈ ગુજરાત સરકાર દાવા કરી રહી છે પણ હકીકત એ છે કે, આજે પણ રાજ્યમાં બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે કુલ 12,272 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે. ત્યારે આજદીન સુધી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અધધ કહી શકાય તેટલી 15 લાખ અરજીઓ મળી છે. આ પરથી ગુજરાતમાં બેરોજગારીનુ અસલી ચિત્ર ઉપસી આવ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.