પોરબંદરમાં ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનનું વધતુ પ્રમાણ બની રહ્યુ છે જોખમી - At This Time

પોરબંદરમાં ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનનું વધતુ પ્રમાણ બની રહ્યુ છે જોખમી


*પોરબંદરમાં ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનનું વધતુ પ્રમાણ બની રહ્યુ છે જોખમી*

*હસતા બોલતા માણસને કલાકમાં લાશ બનાવી દેતી અસામાન્ય બીમારી સામે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેલાવાઈ જાગૃતિઃ શરીરમાંથી પાણી ખૂટી જવું કે જેને ‘નીર્જલીકરણ’કહે છે તેનાથી બચવા માટે તાત્કાલિક તબીબી સારવાર મેળવવી ખુબ જ જરૂરી: સામાન્ય ઝાડા-ઉલ્ટી વ્યક્તિને આંખના પલકારામાં પહોંચાડી શકે છે યમસદન*

હાલમાં ઉનાળો આકરો મીજાજ દાખવી રહ્યો છે ત્યારે પોરબંદર સહિત રાજયભરમાં ડિ-હાઇડ્રેશનનું પ્રમાણ વધ્યુ છે તેથી હસતા બોલતા માણસને કલાકમાં લાશ બનાવી દેતી અસામાન્ય બીમારી સામે હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાગૃતિ ફેલાવાઈ છે.

પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યુ છે કે ડી-હાઈડ્રેશનની સ્થિતિ હળવી છે કે ગંભીર તે જોવું ખાસ જરૂરી બને છે સંપૂર્ણ ડી-હાઈડ્રેશન થાય તે પહેલા ડી-હાઈડ્રેશનના લક્ષણો દેખાવાનું શરૂ થાય છે તેમાં વધુ પડતા ઝાડા અને ઉલ્ટી થવા, વધારે થાક લાગવો, મોઢું શુષ્ક રહેવું, પેશાબમાં ઘટાડો થવો ખુબ જ તરસ લાગવી, ચક્કર આવવા, માથાનો વધુ પડતો દુખાવો થવો,બી.પી.લો થવું, શ્વાસ ઝડપી ચાલવો વગેરે જેવા સામાન્ય ચિન્હો કે લક્ષણો જણાય તો આ બાબતને ખુબ જ ગંભીરતાથી લેવી જોઈએ અને પળનો યે વિલંબ કર્યા વગર તાત્કાલિક હોસ્પીટલે સારવાર માટે બેદરકારી ઘખવ્યા વગર પહોંચી જવું જોઈએ.કારણ કે શરીરનું સંતુલન જાણવવા માટે પાણીની સમતુલા જાળવવી અનિવાર્ય છે.ડી-હાઈડ્રેશનના પ્રાથમિક લક્ષણોમાં પેસાબનો રંગ પણ મહત્વનો સૂચક બને છે.સ્પષ્ટ પેશાબનો અર્થ એ છે કે વ્યક્તિ સારી રીતે હાઈડ્રેટેડ છે અને ઘાટા પેશાબનો અર્થ એ છે કે વ્યક્તિ નીર્જલીકૃત છે.ખાસ કરીને શુષ્ક મો અને સુસ્તી તથા સ્નાયુઓમાં નબળાઈ, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણોની સાથો-સાથ તાવ ચિત ભ્રમણા વગેરે પણ નોધપાત્ર ગણવામાં આવે છે.આ પ્રકારના કોઈપણ લક્ષણો જણાય તો તેને ગંભીરતાથી લઈને ત્વરિત સારવાર કરાવવી એ જ એકમાત્ર અગત્યનો ઉપાય છે.

ડી-હાઈડ્રેશનના કારણો

ડી-હાઈડ્રેશન થવા માટેના અનેક નાણા-મોટા કારણો રહેલા છે.અને તે કારણો ને જો ગંભીરતાથી લેવામાં ન આવે તો તે પરિસ્થિતિ વધુ ગંભીર બનતા માનવી મોતને ભેટી શકે તેમ છે.ડી-હાઈડ્રેશનનું મુખ્ય કારણ ઝાડા-ઉલ્ટી છે.શરીરમાંથી ઝાડા-ઉલ્ટીના કારણે નીર્જલીકરણ થવું એ બાબતને ક્યારેય સામાન્ય લેવી જોઈએ નહી કારણકે શરીરમાં ૭૫% જેટલું પાણી રહેલું હોય છે અને તેમાં જો થોડો ઘણો પણ ઘટાડો થાય તો તેની સીધી અસર વ્યક્તિના શરીર ઉપર થાય છે.જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી નીકળી જાય છે ત્યારે માનવ શરીરના અવયવો કોષ અને પેશીઓ યોગ્ય રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે.જે ખતરનાક પરિસ્થિતિ તરફ ઘેરી જાય છે.વધુ પડતી ગરમીના સંપર્કમાં આવતા લોકોને ડી-હાઈડ્રેશન થવાનું જોખમ વધી જાય છે.શરીરમાં યોગ્ય માત્રામાં પરસેવો હોવો જરૂરી છે.અને પરસેવોએ વ્યક્તિના શરીરની ઠંડક પ્રક્રિયાનો એક ભાગ છે.જયારે વ્યક્તિ ગરમ થાય છે ત્યારે તેની પર સેવાની ગ્રંથી શરીરમાંથી ભેજ છોડવા માટે અને તેને ઠંડું કરવા માટે સક્રિય થાય છે. આ કામ કરવાની રીત બાષ્પી ભવન દ્વારા થાય છે.જેમ-જેમ માણસની ત્વચામાંથી પરસેવાનું બાષ્પીભવન થાય છે.તેમ- તેમ માનવ શરીર થોડી માત્રામાં ગરમી મેળવે છે.વ્યક્તિ જેટલો વધુ પરસેવો ઉત્પન્ન કરશે તેટલુ વધુ બાષ્પીભવન થશે.અને તે એટલો વધુ ઠંડો
થશે.પરસેવો પણ વ્યક્તિની ચામડીને હાઈડ્રેડ કરે છે.અને તેના શરીરમાં ઇલેકટ્રોલાઈટસનું સંતુલનજાણવી રાખે છે.પરસેવામાં મુખ્યત્વે મીઠું અને પાણીનો સમાવેશ થાય છે. અતિશય પરસેવો ડી- હાઈડ્રેશનનું કારણ બને છે.કારણ કે તેનાથી વ્યક્તિ મોટી માત્રામાં પાણી ગુમાવે છે. અતિશય પરસેવા માટે ટેકનિકલ શબ્દ હાઈપર હિડ્રોસીસછે.તે ઉપરાંત વધુ પડતા ઝાડા-ઉલ્ટીને કારણે શરીરમાંથી વધુ પાણી બહાર નીકળી જવાથી ઇલેક્ટ્રોલાઈટસ શરીરમાંથી ખોવાય જાય છે.ઇલેક્ટ્રોલાઈટસએ ખનીજ છે.જેનો ઉપયોગ શરીર દ્વારા સ્નાયુઓ અને રક્ત રસાયણ શાસ્ત્ર અને અંગની પ્રક્રિયા નિયંત્રિત કરવા માટે થાય છે.આ ઇલેક્ટ્રોલાઈટ્સ શરીરમાં લોહી, પેશાબ અને અન્ય પ્રવાહીમાં જોવા મળે છે.ઉલ્ટી અથવા ઝાડા આ કાર્યને નબળા બનાવીદે છે. અને તેથી ડી-હાઈડ્રેશન થાય છે.તે જ રીતે જો વધુ તાવ આવતો હોય તો શરીરનું તાપમાન ઘટાડવાના પ્રયાસમાં વ્યક્તિનું શરીર ત્વચાની સપાટીમાંથી પ્રવાહી ગુમાવે છે.ઘણી વખત તાવને લીધે વધુ પરસેવો થાય છે અને તેનાથી પણ વ્યક્તિ નીર્જલીકૃત થઈ શકે છે.તે ઉપરાંત વધુ પડતા પેશાબને કારણે પણ ડી-હાઈડ્રેશન થઇ શકે છે.અતિસાર કે જેમાં મોટા આંતરડા ખાદ્ય પદાર્થોમાંથી પાણીને શોષી લે છે.અને પાણીનું ખુબ જ ઉત્સર્જન કરે છે જેથી આવી પરિસ્થિતિ પણ ડી-હાઈડ્રેશન તરફ દોરી જાય છે.ડાયાબીટીશના દર્દીઓને હાઈ બ્લડ સુગર લેવલને કારણે પેશાબને કારણે પ્રવાહીની ખોટ વધે છે.જે લોકો ઓછુ પાણી પીતા હોય તેને પણ ડી-હાઈડ્રેશન થવાની સંભાવના રહે છે.

ડી-હાઈડ્રેશનનું જોખમ કોને વધુ?

રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,ડી-હાઈડ્રેશનનું જોખમ વધુ પડતો શ્રમયજ્ઞ કરનાર વ્યક્તિઓ ઉપર જોવા મળે છે. તે ઉપરાંત જુદી-જુદી રમત રમતા રમતવીરો, તરવૈયાઓ, વધુ પડતી ગરમીના સંપર્કમાં આવતા શ્રમિકો વેલ્ડર, લેન્ડસ્કેપર્સ, બાંધકામ કામદારો અને મીકેનીકસ ઉપરાંત વૃધ્ધો,નવજાત શિશુઓ અને નાના બાળકો, ઉચાઈ ઉપર રહેતા લોકો, રમતવીરોમાં ખાસ કરીને ઘેડવીરો, સાઈકલીંગ કરનારા લોકો અને સોકર ખેલાડીઓ ઉપર તેની વધુ અસર થાય છે.

ડી-હાઈડ્રેશનનું નિદાન

ડી-હાઈડ્રેશનનું નિદાનનું નિધન કરવા માટે ડોક્ટર શારીરિક અને માનસિક બન્ને પરીક્ષણ કરે છે.લો બી.પી.ઝડપી ધબકારા, તાવ, પરસેવાનો અભાવ, જેવી પરિસ્થિતિમાં ડોક્ટર દર્દીને જોતા જ એવા નિધન ઉપર આવે છે કે તેને ડી-હાઈડ્રેશન થયું છે આમ છતાં કીડનીના કાર્યને ચકાસવા અને સોડીયમ, પોટેશીયમ તથા અન્ય ઇલેક્ટ્રોલાઈટ્સ સ્તરો ચકાસવા માટે બ્લડ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.ઈલેકટ્રોલાઈટ્સ એ રસાયણો છે.જે શરીરમાં હાઈડ્રેશનનું નિર્માણ કરે છે.ચેતાતંત્ર અને સ્નાયુઓના કાર્ય માટે તે નિર્ણાયક હોય છે.તે ઉપરાંત પેશાબનો રીપોર્ટ કરવાથી પણ ડી-હાઈડ્રેશન વિષેનો સાચો ખ્યાલ આવે છે.

ડી-હાઈડ્રેશનના ઘરેલું ઉપચાર

ડી-હાઈડ્રેશન થાય ત્યારે સમયસર હોસ્પીટલે પહોચી જવું એ જ સાચો ઉપાય છે આમ છતાં કોઈ કારણોસર હોસ્પિટલ સુધી પહોંચવામાં અગવડતા હોય ત્યારે અમુક ઘરેલું ઉપચારોથી પણ તેના ઉપર થોડો ઘણો કાબુ મેળવી શકાય છે જેમકે ખાંડ અને મીઠાવાળું પાણી પીવું, લીંબુ પાણી પીવું, ગ્લુકોઝ પાઉડર અને ઈલેક્ટ્રોન પાઉડર હાથવગા હોય તો તેનો ઉપયોગ કરવો જરૂરી બને છે.તે ઉપરાંત સાઘ પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે.

આ જુઘ-જુઘ પ્રાથમિક ઉપાય ડી-હાઈડ્રેશનની પ્રાથમિક સારવાર માટે ઉપયોગી સાબિત થાય છે.ડી-હાઈડ્રેશનમાં ક્યારેક લો બી.પી ની શક્યતા વધી જાય છે તેથી ખાટીમીઠી ચોકલેટ પણ પાસે રાખવી ઉપયોગી સાબિત થાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.