વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના લુણાલ ગામે ખેડૂતો સાથે ખેતરોમાં ફરી બાજરીના પાકમાં પડેલ જીવાત (ઇયળો) નું જાત નિરીક્ષણ કર્યું... - At This Time

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના લુણાલ ગામે ખેડૂતો સાથે ખેતરોમાં ફરી બાજરીના પાકમાં પડેલ જીવાત (ઇયળો) નું જાત નિરીક્ષણ કર્યું…


બનાસકાંઠામાં જાણે ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેવું જણાઇ રહ્યું છે ભર શિયાળે તેમજ ઉનાળે વાવઝોડા સાથે કરા નો વરસાદ પડતાં મોટું નુક્સાન થવા પામ્યું હતું જ્યારે તાજેતરમાં ઉનાળું પાક તૈયાર છે તેમ જીવાત પડતાં ખેડૂતોના મોં માં આવેલ કોળિયો છીનવાઈ જવાની ભિતી સેવાઇ રહી છે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાલ ગામની તો ખેડૂતો એ મોધુદાટ બિયારણ લાવી ઉનાળું બાજરીનુ વાવેતર કરેલ મહામહેનતે ખેડૂતોએ બાજરીના પાકનો ઉછેર કરેલ પરંતુ બરોબર બાજરીનો પાક તૈયાર થયેલ છે ત્યારે તેમાં જીવાત (ઇયળો) પડતાં ખેડૂતોના મોં માં આવેલ કોળિયો છીનવાઈ જવાની ભિતી સેવાઇ રહી છે ખેડૂતોની ચિંતા વધતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ થરાદ તાલુકાના લુણાલ ગામે ખેડૂતો સાથે મુલાકાત કરી ખેતરોમાં ઉભેલા બાજરીના પાકમાં આવેલ જીવાતોનુ નિરીક્ષણ કર્યું હતું ખેડૂતોએ નષ્ઠ થઇ રહેલા બાજરીના પાકને બચાવવા અંગે વહેલી તકે કોઈ યોગ્ય નિરાકરણ આવે જેથી જીવાત પર નિયંત્રણ લાવી શકાય તે માટે ખેડૂતોએ શંકરભાઈ ચૌધરી ને રજુઆત કરી હતી..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.