રાજકોટમાં સૌ પ્રથમવાર ૧૯ વર્ષથી ૭૦ વર્ષની કેન્સર વોરિયર મહિલાઓનો યોજાયો ફેશન શો.
રાજકોટમાં સૌ પ્રથમવાર ૧૯ વર્ષથી ૭૦ વર્ષની કેન્સર વોરિયર મહિલાઓનો યોજાયો ફેશન શો.
રાજકોટ શહેર તા.૨૦/૫/૨૦૨૪ ના રોજ રાજકોટમાં સૌ પ્રથમવાર કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શો યોજાયો હતો. સયાજી હોટેલ ખાતે દાતાના સહકારથી કેન્સર ક્લબ દ્વારા આયોજિત આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો તથા લોકોમાં કેન્સરગ્રસ્તો માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો. આ ફેશન શોમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય તેવા અને રોગમાંથી સ્વસ્થ થયેલા કુલ ૮૦ વીરાંગના મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૧૯ વર્ષથી ૭૦ વર્ષની સ્ત્રીઓએ ટ્રેડીશનલ, ઈન્ડોવેસ્ટર્ન અને વેસ્ટર્ન કોસચ્યુમની થીમ આધારિત મક્કમ મનોબળ સાથે રેમ્પ વોક કર્યું હતું. આ તકે આયોજક રૂપલબેન કોટક એ જણાવ્યું હતું કે ગુજરાતમાં આયોજિત આ સૌથી મોટા ફેશન શોનો લિમ્કા બૂક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવા માટેની કાર્યવાહી કરાશે. કાર્યક્રમમાં ઝરણાં નામના લેખકના "કિંત્સુગી ટેલ્સ" અને (વ્યસન કેન્સર) "લાઇફ સ્ટોરી" નામના બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ઉત્પલ દવે અને આર.જે.હિરવાએ કર્યું હતું. આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, કેન્સર ક્લબના સ્થાપક અશ્વિનભાઈ સોલંકી, ગ્રીવા ફાઉન્ડેશનના સભ્યો, દાતાઓ તેમજ સામાજિક અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ, સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યાં હતા.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.