ધ્રાંગધ્રામાં એસ.ટી. બસમાં ચડતા મુસાફરનો હાથ દરવાજામાં ભીડાતા આંગળીમા ઈજા - At This Time

ધ્રાંગધ્રામાં એસ.ટી. બસમાં ચડતા મુસાફરનો હાથ દરવાજામાં ભીડાતા આંગળીમા ઈજા


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે એક મુસાફર બસમાં ચઢવા જતા દરવાજામા વધારાની ધારના કારણે આંગળીમા ઈજા પહોંચતા યુવાનની આંગળી લોહીલુહાણ થઈ હતી ત્યારે થરાદ ડેપોની નવી નક્કોર એસટી બસમા ફર્સ્ટ એઈડ બોક્સમા પ્રાથમિક સારવારની કીટના અભાવને કારણે યુવાનને પોતાની જાતે જ લોહી બંધ કરવા પ્રયત્ન કરવા પડ્યા હતા આ ઘટનાની મળતી માહિતી મુજબ સવારે અંદાજે 8:30 કલાકે ધ્રાંગધ્રાથી પસાર થયેલી થરાદ ડેપોની મોરબી થરાદ બસ નંબર GJ-18-ZT-1124માં મોરબીથી વાવ તરફ જવા માટે એક મુસાફર સવાર થયો હતો જે ધ્રાંગધ્રા પાણી પીવા ઉતર્યો હતો અને ફરી બસમાં ચઢતા હાથની આંગળીમાં બસના દરવાજાના પતરાની ધારથી ઈજા પહોંચતા યુવક મુસાફરની આંગળી લોહીલુહાણ થઈ હતી જેમાં પ્રાથમિક સારવાર માટે મોરબી થરાદ બસના કંડકટરને એક જાગૃત નાગરિક દ્વારા ફર્સ્ટ એઈડ બોક્સમાથી સારવાર આપવાનુ કહેવામાં આવતા ફર્સ્ટ એઈડ બોક્સમા સારવાર કીટ જ નથી તેમ કંડકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું આથી ઈજાગ્રસ્ત યુવકે લોહી બંધ કરવા જાતે પ્રયત્નો કર્યા હતા નવાઈ પમાડે એવી વાત એ છે કે, મોરબી થરાદ બસ નવી નક્કોર હોવા છતાં પ્રાથમિક સારવાર કીટનો અભાવ જોવા મળ્યો હતો તો જુની બસની શું દશા હશે ? તેવા સવાલો ઉભા થયા હતા ઉપરાંત ધારદાર દરવાજાને યોગ્ય કરવા તથા પ્રાથમિક સારવાર કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગ મુસાફરોમાં ઉઠી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.