પાટડી તાલુકાના કઠાડા ગામમાં માતાએ પુત્રને 500 રૂપિયા આપવાની ના પાડતાં પુત્રએ આખું મકાન સળગાવી દીધું. - At This Time

પાટડી તાલુકાના કઠાડા ગામમાં માતાએ પુત્રને 500 રૂપિયા આપવાની ના પાડતાં પુત્રએ આખું મકાન સળગાવી દીધું.


સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામે ઘોર કળયુગની ઘટના સામે આવી છે જેમાં અનુસૂચિત જાતિ સમાજના 25 વર્ષના મયુરભાઈ ખેમાભાઈ મકવાણાએ પોતાની માતા નંદુબેન ખેમાભાઈ મકવાણા પાસે ઘેર આવીને રૂ.500ની માંગણી કરી હતી જે આપવાની માતાએ ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ગયેલા નરાધમ પુત્ર મયુરભાઈ ખેમાભાઈ મકવાણાએ ઘરમાં ગેસનો બાટલો પડ્યો હોવા છતાં આખુ ઘર સળગાવી દીધું હતું જેમાં ઘરમાં રાખેલો ગેસનો બાટલો ફાટતા આગની જવાળાઓ ફેલાઈ હતી અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારબાદ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ પાણીનો જોરદાર મારો ચલાવીને અંદાજે ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો ઘરમાં રાખેલા ઘરવખરીનો તમામ સરસામાન જેવો કે વાસણ, કપડા, અનાજ અને ગેસના બાટલા સહિતનો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો વધુમાં આ નરાધમ પુત્ર મયુરભાઈ ખેમાભાઈ મકવાણાએ પોતાના સગા માતા પિતા નંદુબેન ખેમાભાઈ મકવાણાને કહ્યું હતું કે, એ તો સારુ હતું કે તમે બંને ઘરમાં નહોતા નહીંતર તમને બંનેને પણ જીવતા સળગાવી દેવાના હતા અને આજ પછી મારી કોઈ વાત નહીં માનો તો તમને બંનેને આ રીતે જ જીવતા સળગાવી દેવાનું કહીને ત્યાંથી ભાગી ગયો હતો બાદમાં લાચાર પિતા ખેમાભાઈ મકવાણાએ પોતાના જ નરાધમ પુત્ર મયુર મકવાણા વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા આરોપી પુત્ર મયુર મકવાણાને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી આઈ ખડીયા ચલાવી રહ્યાં છે આ ઘટનાએ નાના એવા કઠાડા ગામે ભારે ચકચાર મચાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.