સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા હદ વિસ્તારમાં જર્જરીત અથવા ભયજનક ઇમારતો તાત્કાલિક અસરથી ઉતારી લેવાની રહેશે. - At This Time

સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા હદ વિસ્તારમાં જર્જરીત અથવા ભયજનક ઇમારતો તાત્કાલિક અસરથી ઉતારી લેવાની રહેશે.


મિલકત ઈમારત ધરાશાયી થવાના કારણે અથવા પડી જવાના કારણે કોઈ જાનહાની કે અન્ય વ્યક્તિની માલ મિલકતને નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી મિલકત ઈમારતના માલિકની રહેશે.

સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા હદ વિસ્તારમાં પોતાની માલિકી કબજા ભોગવટા હેઠળની કે પોતાની માલિકીની બંધ હાલતની કબજા ભોગવટા વગરની જર્જરીત અથવા ભયજનક ઇમારતો પડી જાય તેવી મિલકતો ઇમારતો સાવચેતીના પગલા માટે તાત્કાલિક અસરથી ઉતારી લેવા, સુરક્ષિત અથવા મરામત કરવા જણાવવામાં આવ્યું છે તેમ છતાં જો આ બાબતે પગલાં કે કાર્યવાહી કરવામાં નહીં આવે અને મિલકત ઈમારત ધરાશાયી અથવા પડી જવાના કારણે કોઈ જાનહાની કે અન્ય વ્યક્તિની માલ-મિલકતને નુકસાન થશે તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી મિલકત ઈમારતના માલિક/ કબજો ભોગવટો કરનારની રહેશે વધુમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા હોર્ડિંગ્સ, બોર્ડ વગેરેનું જરૂરિયાત મુજબનું મજબૂતી કરણ તાત્કાલિક કરાવી સરકાર માન્ય સ્ટ્રકચરલ ડિઝાઇનરનું મજબુતિ કરણ કર્યા અંગેનું પ્રમાણપત્ર સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા ખાતે દિન-૭માં રજૂ કરવાનું રહેશે હોર્ડિંગ્સ, બોર્ડના કારણે કોઈ જાનહાની કે અન્ય વ્યક્તિની માલ-મિલકતને નુકસાન થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી હોર્ડિંગ્સ બોર્ડના માલિકની રહેશે જેની નોંધ લેવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.