જસદણ ના શિવરાજપુર ગામે સીમંત પ્રસંગે ભોજન બાદ ૩૦ વ્‍યક્‍તિને ફૂડ પોઈઝનીંગ - At This Time

જસદણ ના શિવરાજપુર ગામે સીમંત પ્રસંગે ભોજન બાદ ૩૦ વ્‍યક્‍તિને ફૂડ પોઈઝનીંગ


જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સીમંત પ્રસંગે ભોજન બાદ રવિવારે રાત્રે ૩૦ લોકોને ફૂડ પોઈઝનીંગ થયું હતું. બનાવને પગલે આરોગ્‍ય તંત્રની ટીમ શિવરાજપુર ગામે દોડી ગઈ હતી.
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે પટેલ પરિવારમાં સીમંત પ્રસંગ નિમિત્તે જમણવાર હતો જેમાં રસ પુરી સહિતની વિવિધ વાનગીઓ ભોજનમાં હતી. ભોજન બાદ અંદાજે ૩૦ જેટલી વ્‍યક્‍તિને ઝાડા ઉલટી સાથે ફૂડ પોઈઝનીંગ થયું હતું. સગા તોહીઓને અસર થતા હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યા હતા. જોકે તમામ દર્દીઓ ભયમુકત છે. જસદણ સિવિલ ખાતે પંથ નિલેશભાઈ રોકડ, હસમુખભાઈ શંભુભાઈ રાદડિયા, મુકેશભાઈ કેશુભાઈ રાદડિયા, નીતાબેન મુકેશભાઈ રાદડિયા, ખુશાલ હસમુખભાઈ રાદડિયા, મધુબેન શંભુભાઈ રાદડિયા, હાર્દિક અરજણભાઈ રાદડિયા, સાર્થક મુકેશભાઈ રાદડિયા, શિલ્‍પાબેન સાવલિયા રસિકભાઈ છગનભાઈ ભુવા, મીરાબેન ભુવા, ભારતીબેન ભુવા, હેતવિબેન સેજલીયા સહિત ૧૬ વ્‍યક્‍તિને સારવાર માટે જસદણ સિવિલમાં ખસેડવામાં આવ્‍યા છે. સિવિલ હોસ્‍પિટલ ખાતે આ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.