રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં રેસક્યું પેટ્રોલીંગ દરમિયાન ફોરેસ્ટર કર્મચારી પર સિંહ પાઠડા હૂમલો કર્યો
રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં રેસક્યું પેટ્રોલીંગ દરમિયાન ફોરેસ્ટર કર્મચારી પર સિંહ પાઠડા હૂમલો કર્યો
રાજુલાના પીપાવાવ પોર્ટના તળાવ વિસ્તારમાં મોડીરાતે ૩ વાગ્યાના અરસામાં રેસ્ક્યુ દરમિયાન ઓચિંતા સિંહ પાઠડા સાથે ભેટો થઇ જતા પગના ભાગે મોઢા વડે બચકું ભરેલ અમરુભાઈ વાવડીયા ફોરેસ્ટર ને રાજુલા પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે લઇ જવાયા તેમને સામાન્ય ઇજા છે. રાજુલા વનવિભાગ ટીમ પેટ્રોલીંગ દરમિયાન હતી. અને તે દરમિયાન અચાનક સિંહ આવી ચડતાં ફોરેસ્ટર કર્મચારી પર હુમલો કર્યો હતો. અને પાઠડા સિંહે ફોરેસ્ટર કર્મચારીને પગના ભાગે બચકુ ભરી લીધુ હતું. ત્યારબાદ ફોરેસ્ટર કર્મચારી અમરુભાઇ વાવડીયાને સારવાર માટે પ્રથમ રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે
ખસેડવામા આવ્યાં હતાં. રાજુલા વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામા આવી છે. પીપાવાવ પોર્ટમાં આઠ થી નવ સિંહના ગ્રુપ વસવાટ કરી રહ્યું છે. અને ગતરાત્રીએ ફોરેસ્ટર કર્મચારી પર પેટ્રોલીંગ દરમિયાન સિંહે હૂમલો કરતા ઇજાઓ પહોંચી હતી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.