રેલવે ડિવિઝનના લોકો પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો
ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો હતો
ભાવનગર રેલ્વે મંડલ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડલના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 17 મે, 2024 (શુક્રવાર) ના રોજ, લોકો પાયલોટ શ્રી મહેશ બલોલિયા (મુખ્યાલય - બોટાદ) ગુડ્સ ટ્રેન નંબર LMO/PPSP પર કામ કરતી વખતે, લગભગ 05:00 વાગ્યે સવારે, કિ.મી. નંબર 63/6 – 63/7 સાવરકુંડલા-ગાધકડા સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેકની બાજુમાં સિંહને બેઠેલા જોયા અને ઇમરજન્સી બ્રેક લગાવીને ગુડ્સ ટ્રેનને રોકીને સિંહનો જીવ બચાવ્યો. સિંહ પાટા પર કે ટ્રેનની નીચે ન પડે તે માટે ટ્રેનને ત્યાં રોકી દેવામાં આવી હતી અને ફોરેસ્ટ ગાર્ડના આગમન બાદ તેની પરવાનગી લઈને ટ્રેન રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેન લગભગ 50 મિનિટ મોડી પડી હતી. ઘટના અંગેની માહિતી લોકો પાયલોટે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલ અને સ્ટેશન માસ્તર ગાધકડાને આપી હતી.
માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા લોકો પાયલોટ શ્રી મહેશ બલોલિયાને તેમના પ્રશંસનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.