ITIમાં મહિલાઓ માટે એક મહિનાનો ડ્રાઇવિંગનો કોર્સ - At This Time

ITIમાં મહિલાઓ માટે એક મહિનાનો ડ્રાઇવિંગનો કોર્સ


75 મહિલાએ તાલીમ મેળવી સર્ટિફિકેટ મેળવ્યું

ડ્રાઇવિંગ કરવું કળા છે અને આજની જરૂરિયાત પણ છે. ત્યારે ફોર વ્હીલ ચલાવવા માટે તાલિમની પણ જરૂર છે. બહેનો માટે આઈટીઆઈમાં એક મહિનાનો કોર્સ ચાલે છે. અને ત્યાર સુધીમાં અનેક મહિલાઓએ તાલિમ પણ મેળવી છે.

ફોર વ્હિલ ડ્રાઇવિંગ સારું, સલામતી ભર્યું અને શાંતિથી કરવા માટે કેટલાક ખાસ કૌશલ્યની જરૂર પડે છે, અને તે માટે આત્મવિશ્વાસ, કાર્યક્ષમ કૌશલ્ય અને મિકેનિઝમની સમજણ ઊભી કરવી તે પાયો છે. આવા કૌશલ્યની સ્કિલ નિર્માણ કરવા માટે રાજકોટની આઈટીઆઈ પ્રયત્નશીલ છે કે જ્યાં માત્ર મહિલાઓને ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા ઓછા ચાર્જમાં ડ્રાઇવિંગ શીખવાડવામાં આવે છે. મહિલાઓને ઇન્સ્ટ્રક્ટર દ્વારા કાઉન્સિલિંગ અને ટ્રેનિંગ આપવામાં આવે છે. એક મહિનાના કોર્સમાં ફોર વ્હિલ ડ્રાઇવિંગ સાથે સંકળાયેલ તમામ પ્રકારના ડ્રાઇવિંગ ટ્રેક પર સરળતાથી અને ટેક્નિક સાથે ફોર વ્હિલ ડ્રાઈવ કરવાની તાલીમ આપવામાં આવે છે. રોજ અડધો કલાક પ્રેક્ટિકલ અને બાકીના સમયમાં ટ્રાફિકના નિયમો અંગે સમજણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 75 મહિલાએ આઇટીઆઇની ડ્રાઇવિંગ સ્કૂલમાં તાલીમ મેળવી સર્ટિફિકેટ મેળવ્યાનું પ્રિન્સિપાલ કે.બી.પટેલે જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.