વીડિયો બનાવીને આપઘાત કર્યો: બોટાદના 48 વર્ષિય વ્યક્તિએ રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો, બે વ્યક્તિઓના ત્રાસથી આપધાત કર્યાનું વીડિયોમાં ઉલ્લેખ
બોટાદ ના રાજેશ પરમાર નામના 48 વર્ષિય વ્યક્તિએ ગત રાત્રીના વીડિયો બનાવી સોનાવાલા હોસ્પિટલ સામે રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો છે. બોટાદના પ્રકાશ મકવાણા અને તેના પિતા વશરામ મકવાણા દ્વારા ખોટી ફરીયાદો કરી ત્રાસ આપવાના કારણે આપઘાત કર્યો હોવાનું મૃતકે વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે બોટાદ શહેરના સાળંગપુર રોડપર રહેતા રાજેશ પરમાર નામના 48 વર્ષના વ્યક્તિએ વીડિયો બનાવીને રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.
રાજેશભાઈ પરમાર ટીવી રીપેરીંગનો ધંધો કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે પ્રકાશ મકવાણા તેમજ તેના પિતા વશરામ મકવાણા જે રાજેશ પરમાર તેમજ તેના દિકરો પ્રિન્સ ઉપર અવાર નવાર ખોટા પોલીસ કેસો કરી હેરાન પરેશાન કરતા હતા. જેના કારણે રાજેશ પરમારને લાગી આવતા બોટાદની સોનાવાલા હોસ્પિટલ સામે આવેલ રેલ્વે ટ્રેક પર ગત રાત્રીના ટ્રેન નીચે પડતું મુકી આપધાત કર્યો હતો.આપઘાત કરનાર રાજેશ પરમારે પહેલા વીડિયો બનાવીને ત્યારબાદ ટ્રેન નીચે પડતું મુકી આપધાત કરતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતાં બોટાદ રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક રાજેશ પરમારના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ અને રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર: ચેતન ચૌહાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.