કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલી કેરી ખાવાથી ચામડીમાં ચાંદા પડી શકે છે
કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલી કેરી ખાવાથી ચામડીમાં ચાંદા પડી શકે છે
કેરી પકાવવા કેલ્શિયમ કાર્બાઈડના પ્રતિબંધનો પાલન કરવા FSSAIની ચેતવણી
કેમિકલથી પકવેલી કેરીથી બળતરા નબળાઈ, ઉલ્ટી, ચક્કર વગેરે આવી શકે છે.
રાજયભરમાં હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે કેરીને ઝડપી પકાવવા માટે વેપારીઓ કાર્બાઈટનો ઉપયોગ કરી રહ્યાં છે. કૃત્રિમ રીતે પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે આમ છતાંય આ રીતે ધૂમ ઉપયોગ કરાઈ રહ્યો છે . ઉનાળાની સિઝનમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ
ઈન્ડિયાએ કાર્બાઈટ પરના
પ્રતિબંધનો કડક પાલન કરવા રાજયના ખાદ્ય સુરક્ષા વિભાગોને સૂચના આપી છે સાથોસાથ એફએસએસ ૨૦૦૬ અને તેના હેઠળની જોગવાઈના આધારે ગેરકાયદેસર કામ કરતા વેપારીઓ સામે ગંભીર પગલા લેવા આદેશ કર્યા છે. સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કેરીને જલ્દીથી પકવવા માટે થાય છે તો કેટલીક
જગ્યાએ એસીટીલીન ગેસ છોડાય છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વેપારીઓ કેરીના બોક્સમાં આવી પડીકીઓ નાંખીને ગ્રાહકોને આપતા હોય છે. જે પડીકીથી કેરી કુદરતી નહી પણ કુત્રિમ રીતે જલ્દીથી પાકી જાય છે. આવી રીતે પકવેલી કેરીમાં સ્વાદ પણ કુદરતી મીઠાશ જેવો આવતો નથી. આ કેમિકલના ઉપયોગવાળી કેરી ખાવાથી આરોગ્યને ગંભીર નુકસાન થાય છે.
જેમ કે ચક્કર આવવા, વારવાર તરસ લાગવી, બળતરા, નબળાઈ, ઊલટી અને ચામડીમાં અલ્સર થઈ શકે છે.
એફ એસ્વા એસા એ આઈએ ભારતમાં ફળો પકાવવા માટે સલામત વિકલ્પ ઈથિલેન ગેસનો આપ્યો છે અને તેનો ઉપયોગ પણ પાક, વિવિધતા અને પરિપકવતાના આધારે ૧૦૦પીપીએમ સુધીના પ્રમાણમાં થઈ શકે છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.