સુરેન્દ્રનગર જિલ્લા માં વાવાઝોડા સાથે વરસાદ નુકસાન સર્વે શરૂ ન થતા ખેડૂતો માં રોષ
*સુરેન્દ્રનગર જિલ્લા ના ગામોમા વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતો ને ઉનાળુ પાક માં મોટું નુકસાન*
*ખેતીવાડી અધિકારી દ્વારા હજું સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ ન કરાતા ખેડૂતો માં રોષ ની લાગણી*
સુરેન્દ્રનગર જિલ્લા ના તાલુકા માં ગત ૧૩-૧૫ તારીખ ના વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ને બાગાયત અને ઉનાળુ પાક માં મોટું નુકસાન વેઠવાની નોબત આવી છે ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે મુખ્યમંત્રીકાર્યાલય સુધી રજુઆત કરવામાં આવી હતી ત્યારે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે તુરંત જ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવશે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા માં આજદિન સુધી કોઈ કાર્યવાહી સર્વે માટે કરવામાં આવી નથી ઉનાળુ પાક તલ,બાજરી,જુવાર સહિતના પાકોમાં મોટું નુકસાન છે ત્યારે બાગાયત માં સરગવા,દાડમ,લીંબુ, જામફળ, કેરી ના પાકોમાં મોટું નુકસાન જોવા મળેલ છે ત્યારે ખેડૂતો ને માવઠાનો માર સહન કરવાનો સમય આવેલ છે પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી આ અગાઉ પણ વાવાઝોડા કમોસમી વરસાદ નું કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નહોતી અને છેલ્લા ચાર વર્ષ થી ખેડૂતો ને નુકસાન સહાય એકપણ રૂપિયા છેલ્લા ચાર વર્ષ થી કોઈ ચુકવણી કરવામાં આવી નથી ફકત ઓફિસ પર જનરલ સર્વે કરી રીપોર્ટ ફકત દશ ટકા નુકસાન બતાવી ફાઈલ કરી દેવામાં આવે છે ત્યારે એજ સિસ્ટમ થી આ વખતે તંત્ર કામગીરી કરી રહેલ હોય ખેડૂતો માં રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઇ કરપડા એ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો ને ફક્ત લોલીપોપ જ આપી રહી છે ફકત સર્વે ની વાતો કરવામાં આવે છે પરંતુ જમીનીસ્તર ઉપર કોઈ કાર્યવાહી કરવા માં આવતી નથી આવી રીતે છેલ્લા ચાર વર્ષ થી ખેડૂતો ને આ સરકાર સહાય ના નામે ઠેંગો બતાવે છે તે દૂખનિય બાબત છે સરલા ના ખેડૂત ગણપત ભાઈ પટેલ એ જણાવ્યું હતું કે કોઈ ખેડૂતો ના ખેતર સુધી સર્વે કરવામાં આવતું જ નથી કૃષિમંત્રી રાઘવજીભાઈ ફક્ત મિડીયા સમક્ષ મોટી મોટી સહાય ની સર્વે ની વાતો કરે છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે આ સરકાર ખેડૂતો વિરોધી માનસિકતા ધરાવે છે સાથે સાથે તેઓની મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત એક રૂપીયા પણ છેલ્લા ચાર વર્ષ થી એક ખેડૂત ને પણ સહાય મળી નથી તો આવા રૂપકડા નામોની યોજનાઓ ખેડૂતો ને છેતરામણી સાબિત થઈ છે
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.