લખતર અમદાવાદ હાઇવે ઉપર આવેલ જે.કે એગ્રો ફ્યુલ કંપનીના કમ્પાઉન્ડમાં પડેલ રો મટેરિયલમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી
લખતર અમદાવાદ હાઇવે ઉપર આવેલ જે.કે એગ્રો ફ્યુલ કંપનીના કમ્પાઉન્ડમાં પડેલ રો મટેરિયલમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામીસુરેન્દ્રનગર ફાયર ફાઈટર લખતર પોલીસ સબ ઇન્સપેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો લખતર અમદાવાદ હાઇવે ઉપર ખેત પેદાશમાંથી વઘેલ સામગ્રીમાંથી ફ્યુલ એટલેકે વ્હાઇટ કોલ સફેદ કોલસો બનાવવાનું જે.કે એગ્રો ફ્યુલ નામનું કારખાનું આવેલ છે સફેદ કોલસો બનાવવા માટે જુદીજુદી ખેત પેદાશમાં બિનઉપયોગી વસ્તુઓ જેને ભૂસા તરીકે ઓળખવામાં આવે છે ભુસાને મશીનમાં પ્રોસેસ કરી કોલસનું રૂપ આપવામાં આવે છે આ કોલસો સફેદ બનતો હોય તેને ઇંગ્લીશમાં વ્હાઇટ કોલ પણ કહેવામાં આવે છે જે.કે એગ્રો ફ્યુલ બનાવવા માટેના કારખાનાના મેદાનમાં ઉપયોગી ખેતીના જુદાજુદા પાકના ભુસાના ઢગલા પડ્યા હતા આ ભૂસાના ઢગલામાં અગયમ કારણોસર આગ લાગી હતી આ બાબતની જાણ સુરેન્દ્રનગર વઢવાણ ફાયર ફાઈટર ટીમને થતા સબ ફાયર ઓફિસર દેવાંગભાઈ દુધરેજીયા કિરણસિંહ સોલંકી લાલભા ડોડીયા ફારૂકભાઈ ચૌહાણ સિધ્ધરાજસિંહ રેવર ધમભા સગર સોયબભાઈ મિયાતર સહિતનો સ્ટાફ લખતર જે.કે એગ્રો ફ્યુલ કારખાનામાં પહોંચી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લેવા માટે થઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી લખતર પોલીસ સ્ટેશનમાં જાણ થતા લખતર પીએસઆઇ એન.એ.ડાભી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.