વિંછીયાથી ભડલી સુધીના 22 કી.મી.ના ડામર રોડમાં ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, છતાં નેતાઓ કે તંત્રને નજરે ન દેખાયા ! - At This Time

વિંછીયાથી ભડલી સુધીના 22 કી.મી.ના ડામર રોડમાં ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, છતાં નેતાઓ કે તંત્રને નજરે ન દેખાયા !


વિંછીયાથી ભડલી ગામ સુધીના અંદાજે 22 કી.મી.ના ડામર રોડમાં છેલ્લા ઘણા સમયથી મસમોટા ખાડાઓ પડી ગયા છે. છતાં આજદિન સુધીમાં જવાબદાર તંત્ર દ્વારા આ રોડના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કે આ ખાડાઓને બુરવાની કાર્યવાહી કરવામાં નહી આવતા વાહનચાલકોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે. ત્યારે સવાલ એ થાય છે કે, હમણાં જ થોડા દિવસ પહેલા રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી યોજાઈ હતી. તે પૂર્વે વિવિધ પક્ષના નેતાઓ આ રોડ પરથી અનેકવાર પસાર થયા હતા અને પ્રચાર માટે પોતાની ગાડીઓના ટાયર પણ ઘસી નાખ્યા હતા. છતાં નેતાઓને કે તંત્રને આ રોડમાં પડેલા મસમોટા ખાડાઓ કેમ નજરે ન દેખાયા તે એક સવાલ બની ગયો છે. આ ખાડાના કારણે અનેકવાર ભયંકર અકસ્માતો પણ સર્જાયા છે. છતાં હજી સુધી તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? તે વિચારવું રહ્યું. શું તંત્ર કોઈનું અકસ્માતે મોત થાય પછી આ ખાડાઓને બુરવાની રાહ જોઈને બેઠું છે? કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે? તે જોવાનું રહ્યું. જેથી વહેલી તકે આ બિસ્માર રોડમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતે મોતને ભેટે તે પૂર્વે જવાબદાર તંત્ર દ્વારા વિંછીયાથી ભડલી ગામ સુધીના રોડમાં પડેલા ખાડાઓને બુરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવું વાહનચાલકો ઈચ્છી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.