મુધાસના ગામની દીકરીના બે લાખના સોનાના દાગીના પરત કરનાર ભાટઈ ગામના બળદેવસિંહ ચૌહાણની ચારેકોર પ્રસંસા
સાબરકાંઠા ના મુધાસના ગામના રાઠોડ રાજુસિંહ રતેસિંહ ની દીકરીના થેલીમાં મુકેલા બે લાખના સોનાના દાગીના રસ્તામાં પડી જતા દીકરીના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં દહેગામ તાલુકાના ભાટઇ ગામના ચૌહાણ બળદેવસિંહ મંગળસિંહ ચૌહાણને રસ્તા પરથી આ સોનાના દાગીના થી ભરેલ થેલી મળતા જ તેઓએ વોટ્સઅપ ગ્રુપ તેમજ અન્ય સંપર્ક કરીને મુધાસના ગામના રાઠોડ રાજુસિંહ રતેસિંહ ના દીકરીને રૂપિયા 2,00,000(બે લાખ )ના દાગીના પરત કરી આવા કલીયુગી જમાનામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સમગ્ર મુધાસના ગામમા તેમજ દહેગામ તાલુકામાં દાગીના પરત કરનાર બળદેવસિંહ ચૌહાણની (ગામ ભાટઈ) પ્રસંસા થઇ રહી છે જેમાં સમસ્ત મુધાસના ગામ વતી રાઠોડ વિનયસિંહ રાઠોડ (એડવોકેટ ) તથા રાઠોડ રાજુસિંહ રાઠોડ સોમસિંહ રતિસિંહ (તાલુકા સદસ્ય )દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. .
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.